તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીના ધારી માર્ગ પર કાર હડફેટે આધેડનું મોત : 1ને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના ધારી રોડ પર અેક અજાણ્યા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા મોટા ભંડારીયાના આઘેડનું મોત થયું છે. અહીં અન્ય એક યુવાનને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે મૃતકના પરિવાર જનોએ અજાણ્યા કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે રહેતા બાવચંદભાઈ ભીખાભાઇ પડસાલા અને કાળુભાઇ ભીખાભાઇ પડસાલા બાઇક લઈ અમરેલી તરફ આવી રહ્યા હતા. ત્યારે ધારી રોડ પર ઓમકાર સ્કૂલની બાજુમાં અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકર મારતા બંને નીચે પટકાયા હતા. જેને પગલે ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઘાયલોને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાવચંદભાઈ ભીખાભાઇ પડસાલા ઉ.વ 38ને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.

તેમજ કાળુભાઇ ભીખાભાઇ પડસાલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે અજાણ્યા કાર ચાલક સામે ભાવેશભાઈ મેરામણભાઈ પડસાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.

પરિવારજનોની અજાણ્યા કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો