તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર | Weapons Attack On Famous Person Irfan Talki In Amreli

અમરેલી: નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલીના નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર 3થી 4 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. અમરેલીના ટાવરચોકમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છરીના આડેધડ હુમલાથી ઈરફાન ટાલકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત ઈરફાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ભયથી  ટાવરચોકની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. 

 

પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો...

 

અમરેલીના નવ નિયુક્ત એસપીના આગમન સાથે અમરેલીમાં હત્યાનો પ્રયાસ થયો હતો. હુમલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. હાલ ઈરફાન રાજકોટમાં સારવાર હેઠળ છે. તેની હાલત ખૂબજ ગંભીર છે બચે તેવી કોઈ શક્યતાઓ લાગતી નથી. 

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....