અમરેલીમાં MLA વિરજી ઠુંમરના કૌટુંબિક ભાઇની મિલકત જપ્તીનું વોરંટ, ઘરે તાળા જોવા મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: ધારાસભ્ય વિરજી ઠુંમરના કૌટુંબિક ભાઇની મિલકત જપ્તીનું વોરન્ટ નીકળતા અમરેલીના ચિતલ રોડ પર આવેલા શિવમ બંગ્લોઝના મકાન નં.12માં જપ્તી માટે કોર્ટના બેલીફ, વકીલ પહોંચ્યા હતા. પરંતુ અગાઉથી જ જાણ થઇ જતા ઘરના દરવાજે તાળા લટકતા જોવા મળ્યા હતા. 

 

વિરજી ઠુંમરના કૌટુંબિક ભાઇ જયંતીભાઇ ઠુંમરે 2008માં શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ ગોંડલ તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડીના નામે છેતરપિંડી આચરી હતી. આ કેસને લઇને કોર્ટે જયંતીભાઇની મિલકત જપ્તીનું વોરન્ટ આપ્યું હતું. આથી કોર્ટના બેલીફ અને વકીલ તેમના ઘરે પહોંચ્યા હતા પરંતુ અગાઉથી જ જાણ થતાં તે પલાયન થઇ જતા દરવાજે તાળું મારેલું જોવા મળ્યું હતું. 

 

જળસમાધિને લઇને વસોયાનું રાજ્યપાલને આવેદન, નિવૃત્ત આર્મીમેનની પત્રમાં લોહી છાંટી રજૂઆત

 

માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.