Home » Saurashtra » Latest News » Amreli » villegers hit to two thief and both injured both thief handing over to police

અમરેલી: ઘરેણા ચોરતા ગ્રામજનોએ બે ચોરને ઢોર માર માર્યો, લોહીલૂહાણ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:55 PM

અમરેલી: ઘરેણા ચોરતા ગ્રામજનોએ બે ચોરને ઢોર માર માર્યો, લોહીલૂહાણ

  • ઘરેણાની ચોરી કરતા બે ચોર ગ્રામજનોની ઝપટે ચડતા માર્યો ઢોર માર

    અમરેલી: અમરેલીના સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે આજે બે ચોર વૃધ્ધાના ઘરેણાની ચોરી કરી ભાગતા ત્યારે ગ્રામજનોની ઝપટે ચડી ગયા હતા. બન્ને ચોરને ગ્રામજનોએ ઢીકાપાટુનો ઢોર માર મારતા લોહીલૂહાણ બન્યા હતા. ગ્રામજનોએ ચપ્પલ અને લાકડી વડે માર મારતા બન્ને ચોરના મોઢા પર લોહી નીકળી રહ્યું હતું. બન્ને ચોર બે હાથ જોડી હવે આવું નહીં કરીએ અને માફી માંગીએ છીએ તેવી આજીજી કરતા હતા પરંતુ ગ્રામજનો તેને માર મારતા રહ્યા.

    ઢોર માર મારી બન્નેને પોલીસ હવાલે કર્યા

    બન્ને ચોરને ઢોર માર મારી ગ્રામજનોએ કાયદો પોતાના હાથમાં લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ગ્રામજનોએ ચોરને મારી વંડા પોલીસને હવાલે કર્યા હતા. ત્યારે પોલીસ હવે બન્ને ચોરનો કબ્જો લઇ ગ્રામજનો વિરૂધ્ધ પગલા ભરશે કે નહીં તે તપાસનો વિષય છે. હાલ તો બન્ને ચોરની હાલત ગંભીર હોય પોલીસે સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. બાદમાં બન્નેની પૂછપરછ કર્યા બાદ પોલીસ યોગ્ય કાર્યવાહી હાથ ધરશે.


    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

    તસવીરો: જયદેવ વરૂ, રાજુલા .

  • villegers hit to two thief and both injured both thief handing over to police
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ગ્રામજનોએ ચપ્પલ અને લાકડીથી માર માર્યો
  • villegers hit to two thief and both injured both thief handing over to police
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બન્ને ચોર હાથ જોડી માફી માગતા રહ્યા પરંતુ ગ્રામજનો માર મારતા રહ્યા
  • villegers hit to two thief and both injured both thief handing over to police
    વૃધ્ધાના ઘરેણા ચોરી ભાગી રહ્યા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ