Home » Saurashtra » Latest News » Amreli » There were paintings of Gandhiji's stem cartoon in the street gate of Santur

સંતૂર વાળી શેરીના દરવાજામાં ગાંધીજીની દાંડી કૂચનાં ચિત્રો હતા

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 01:34 AM

આવતી કાલે 6 એપ્રિલ હોઇ આઝાદીની યાદો તાજી થઇ રહી છે

  • There were paintings of Gandhiji's stem cartoon in the street gate of Santur

    જૂનાગઢ: દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીએ 12 માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને 6 એપ્રિલે દાંડી પહોંચી ચપટી મીઠું ઉપાડી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આ ઘટનાની યાદો જૂનાગઢમાં દરવાજામાં સંગ્રહાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢના જ રહેવાસી અને કડીયાકામ કરી ગુજરાન ચલાવનાર અરૂણભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે એ સમયે કાળવા ચોક નજીક આવેલ સંતુરવાળી ગલીમાં એક દરવાજો હતો.

    આ દરવાજામાં ગાંધીજીની દાંડી કૂચના ચિત્રો જોવા મળતા હતા. અમારા દાદાના વખતમાં આ દરવાજો હતો, મારા પિતાજી અને બાદમાં અમે નાના હતા ત્યારે અમે પણ આ દરવાજામાં ગાંધીજીની દાંડી યાત્રાના આ દશ્યો જોયા હતા. જોકે હાલતો આ દરવાજો નથી પરંતુ તેમાં લગાવેલ પતરા છે જેમાં ઉપસાવેલ દાંડી યાત્રાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવતી કાલે 6 એપ્રિલ છે ત્યારે આ યાદો તાજી થઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ