પતિએ કહ્યું ‘તું બહાર કેમ રખડે છે ઘરમાં રહેતી જા...’; પત્નીએ કશું બોલ્યા વગર ધોકાવી નાખ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
Bhaskar News

Bhaskar News

Sep 15, 2018, 01:55 AM IST

અમરેલી: અમરેલીના બહારપરામાં રહેતા એક યુવાને તેની પત્નીને તુ બહાર કેમ રખડે છે ઘરમાં રહેતી જા તેમ કહેતા તેની પત્ની સહિત બે જણાએ આ યુવકને પાઇપ વડે માર મારી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે જે અંગે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.


પત્નીએ પતિની ધોલાઇ કર્યાની આ ઘટના અમરેલીના બહારપરામાં સામુદ્રીમાતાના મંદિર નજીક બની હતી. અહિં રહેતા રમેશ છગનભાઇ મકવાણા (ઉ.વ. 30) નામના યુવાન પર તેની પત્ની રંજનબેન તથા અન્ય એક યુવાને હુમલો કર્યો હતો. ગઇકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આ યુવાને તેની પત્નીને તુ બહારપરામાં કેમ રખડે છે તુ ઘરમાં રહેતી જા, મને કેમ ભુંડો લગાડે છે તેમ કહ્યુ હતું.


જેને પગલે આ યુવક અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન બાજુમાં રહેતા લાલાનો છોકરો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. રંજનબેન તથા આ યુવાને રમેશભાઇ મકવાણા પર પાઇપ વડે હુમલો કરી માથામાં અને પગમાં ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા પીએસઆઇ એમ.એચ. પરાડીયાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી