સાવરકુંડલામાં મહીપરી યોજનાનું રીપેરીંગ કરવાની સુચના આપતા મંત્રી બાવળીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા: ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સાવરકુંડલા શહેરની મુલાકાત લઇ પાણી સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. આ તકે  ભાજપ કાર્યકરો દ્વારા મંત્રીને સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.સાવરકુંડલા શહેરમાં પ્રથમવાર ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પધાર્યા હતા. આ તકે મંત્રીએ તાત્કાલિક પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓની બેઠક બોલાવી સાવરકુંડલા તાલુકામાં પાણીની તંગી દુર કરવા અને મહિપરી યોજનાનું રિપેરીંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. 


આ તકે પુર્વકૃષિમંત્રી વી.વી. વઘાસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરાપરા, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુ, શહેર ભાજપ મહામંત્રી જયસુખભાઈ નાકરાણી, અમરેલી જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર અમીતગીરી ગોસ્વામી, યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા, જગદીશ ઠાકોર, પાલિકા સદસ્ય પ્રતીક નાકરાણી, યુવા ભાજપ અગ્રણી મિલન રૂપારેલીયા, લઘુમતી સેલ મહામંત્રી રઝાકભાઈ ભટ્ટી, રવીન્દ્રભાઈ ધધુકિયા, એ.બી.યાદવ વગેરે અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માનીત કરાયા હતા. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...