Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » The first smart police station Rajula in the district of Amreli, AC room for visitors

રાજુલામાં બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી રૂમ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:42 AM

સીસીટીવી, આરઓ પ્લાન્ટ સહિત અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઇ છે

  • The first smart police station Rajula in the district of Amreli, AC room for visitors
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજુલા: અમરેલી જિલ્લામાં ઓદ્યૌગિક જોનના કારણે રાજુલા પંથક દિવસે દિવસે અતિ વિકસી રહ્યું છે. તેવા સમયે 2018માં અમરેલી જિલ્લામાં પ્રથમ રાજુલા પોલીસ સ્ટેશનને રાજય સરકારે રૂા. 10 લાખ ફાળવી સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવ્યું છે. અહી અરજદારો હવે પરેશાન નહિ થાય. સાથે સાથે કોઈપણ પ્રકારની અગવડતા પણ ઉભી નહિ થાય અહી મુલાકાતીઓ માટે એસી રૂમ, સીસીટીવી, આરઓ પ્લાન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામા આવી છે.

    અમરેલી જિલ્લામાં આ એક જ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. સાથે આગામી ટૂંકા દિવસોમાં વિઝીટર રૂમમાં એસી પણ નાખવામાં આવશે. જેના કારણે અરજદારો આસાનીથી બેસી શકે તેમની રજૂઆતો અથવા તો પાસપોર્ટ કઢાવવા આવતા લોકો હેરાન ન થાય તેની માટે રાજય સરકારે આ પ્રકારની સુવિધા કરી છે. આખા પોલીસ સ્ટેશનની શકલ ફરી ગઇ છે. અને પી.આઈ.યુ.ડી.જાડેજા, પી.એસ.આઈ.જી.જી.જાડેજા, પી.એસ.આઈ.યશવંત સિંહ ગોહિલ સહિત પોલીસ કર્મચારીઓ પણ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનના કારણે તેમનો ઉત્સાહ પણ વધી ગયો છે.

    સાથે સાથે આ પ્રકારની સુવિધા અમરેલી જિલ્લામાં માત્ર રાજુલા પોલીસ સ્ટેશનને જ આપવામાં આવી છે. જેના કારણે પોલીસ કર્મીઓમાં પણ આનંદની લાગણીઓ જોવા મળી રહી છે. પોલીસ સ્ટેશન આવતા અરજદારો પણ ઉત્સાહમાં આવી જાય છે. બીજી તરફ પોલીસ સ્ટેશનની અંદર અને બહાર સીસીટીવી સજ્જ હોવાને કારણે તમામ ગતિવિધિ પર પી.આઈ.જાડેજા નજર રાખી રહ્યા છે.

    ત્રણ સ્માર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવવાનો મોકો: પીઆઇ

    રાજુલા પોલીસ મથકમા ફરજ બજાવતા પીઆઈ યુ.ડી.જાડેજાએ જણાવ્યું હતુ કે તેમની ફરજ દરમિયાન અંબાજી,ભચાઉ,રાજુલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. ત્યારે તેમની ફરજ દરમિયાન ફરીવાર રાજુલા પોલીસ સ્ટેશન પણ સ્માર્ટ બની ગયું છે.

    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • The first smart police station Rajula in the district of Amreli, AC room for visitors
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The first smart police station Rajula in the district of Amreli, AC room for visitors
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending