Home » Saurashtra » Latest News » Amreli » Temporary migrations of existing depots following renewal of Amreli ST bus stand

અમરેલી ST બસ સ્ટેન્ડનાં નવિનીકરણનાં પગલે હાલનાં ડેપોનંુ કામચલાઉ સ્થળાંતર

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 01:26 AM

તમામ રૂટની બસ મુસાફરોને અહીંથી મળી રહેશે.

  • Temporary migrations of existing depots following renewal of Amreli ST bus stand

    અમરેલી: અમરેલીમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ કોઇ જગ્યા ન મળવાથી કામ બંધ રહેતા કોઇ કામગીરી કરવામાં આવી નથી. હાલમાં બસ સ્ટેન્ડની બાજુમાં ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જેની શરૂઆત થઇ ચુકી છે. અને હાલમાં મુસાફરો અહીંથી બસમાં બેસી મુસાફરી કરી રહ્યા છે. અમરેલીમાં નવુ એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે ઘણાં સમય પહેલા ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું.

    પરંતુ થોડા સમય માટે બસ સ્ટેન્ડ ફેરવવા માટે જગ્યા ન મળવાથી તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી. જેના કારણે હાલના બસ સ્ટેન્ડમાં છત પરથી ગમે ત્યારે પોપડા પડતા મુસાફરોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાતિ હતી.અને બસ સ્ટેન્ડ સાવ જર્જરિત હાલતમાં હતું. પરંતુ અત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં અને સિવિલની સામે થોડા સમય માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જેની શરૂઆત થઇ ચુકી છે. અને હવેથી તમામ મુસાફરોએ અહીંથી બસમાં બેસવાનું રહેશે. તમામ રૂટની બસ મુસાફરોને અહીંથી મળી રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ