પોરબંદરમાં ફોદાળા અને ખંભાળા ડેમમાં નવા નીર આવ્યા

Porbandar foddal and khambhala dam came new
Bhaskar News

Bhaskar News

Jul 19, 2018, 12:52 AM IST
રાણાવાવ: પોરબંદર જિલ્લાના પોરબંદર શહેર, છાંયા શહેર અને રાણાવાવ ને પીવાનું પાણી પૂરૂં પાડતા ફોદાળા તથા ખંભાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદ પડી રહ્યો હોવાને કારણે ખેડૂતો સહિત નગરજનોમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. જિલ્લાભરના નાના મોટા તળાવો તથા નદી-નાળાઓ જે તા. 16 સુધી ખાલીખમ હતા તે માત્ર 2 દિવસમાં જ મેઘકૃપા થતા વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પોરબંદર શહેર, છાંયા અને રાણાવાવ ને પીવાનું પાણી પૂરૂં પાડતા લોકોની જીવાદોરી સમાન ફોદાળા અને ડેમમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાને કારણે નવા નીરની આવક થઈ છે. ખંભાળા ડેમમાં 11 ફૂટ અને ફોદાળા ડેમમાં પણ 20 ફૂટ નવા નીરની આવક થઈ છે.

X
Porbandar foddal and khambhala dam came new
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી