Home » Saurashtra » Latest News » Amreli » pm narendra modi program bjp prepare for collect crowd and congress for opposite

દેશભરમાં પ્રત્યેક 3 સંસદીય ક્ષેત્ર દીઠ 1 મેડીકલ કોલેજ બનશે : મોદી

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 02:06 AM

વડાપ્રધાને વિવિધ કામોનું લોકાર્પણ કર્યુ, ગિરનારનો સાદ જ એવો હોય છે જેમાં જુદાપણું હોયજ નહીં

 • pm narendra modi program bjp prepare for collect crowd and congress for opposite
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  જૂનાગઢ: દેશભરમાં પ્રત્યેક 3 સંસદીય બેઠક દીઠ 1 મેડીકલ કોલેજ બનાવવામાં આવશે. ત્યાર પછી બે બેઠક દીઠ 1 અને પછી દરેક સંસદીય બેઠક દીઠ ઓછામાં ઓછી 1 મેડીકલ કોલેજ બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ખાતે મેડીકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલનાં લોકાર્પણ બાદ જાહેરસભામાં બોલતાં જણાવ્યું હતું.

  સ્વચ્છતા જેવા પાયાના કામો જો 70 વર્ષ પહેલાં થયા હોત તો મારો દેશ ક્યારેય બિમાર ન પડત


  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશભરનાં 6 લાખ ગામડાઓ વચ્ચે 1.5 લાખ આરોગ્ય ધામો (વેલનેસ સેન્ટર) બનાવવામાં આવશે. અને તેમાં આજનાં પીએચસી-સીએચસી કરતાં વધુ અદ્યતન અને અત્યાધુનિક સુવિધાઓ રહેશે. ટૂંકમાં દેશમાં દર 10-12 કિમીમાં કોઇ બિમાર પડે તો તેના પરિવારજનોને ઘરનું સભ્ય ખોવું ન પડે એવી આ વ્યવસ્થા હશે. જન ઔષધિ કેન્દ્રોમાં મળતી સસ્તી દવાઓને લીધે મધ્યમવર્ગનાં લોકોની દવા પર થતા ખર્ચમાં 70 ટકા બચત થવા લાગી છે.


  લગભગ 50 કરોડ લોકોને ગમે એવી બિમારીમાં અદ્યતન સારવાર લેવા માટે દેવાનાં ડુંગર નીચે દબાવું નહીં પડે. આ માટે સામાન્ય નહીં, ટુ ટાયર-થ્રી ટાયર હોસ્પિટલો બનાવાશે. એ માટે મોટાપાયે ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ, ટેક્નિશીયનો સહિતની જરૂર ઉભી થશે. જોતજોતામાં આરોગ્યક્ષેત્રે એક મજબૂત નેટવર્ક ઉભું થઇ જશે. આ ક્ષેત્રે ખાનગી રોકાણોની પણ મોટી શક્યતાઓ ઉભી થશે. તેમણે કોંગ્રેસની સરકારો પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, માત્ર સ્વચ્છતા અભિયાનને લીધે 3 બાળકોનાં જીવ બચી ગયા એવો વિશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ આવ્યો હતો.

  મેં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું ત્યારે બધા તેની મજાક ઉડાવતા હતા. પણ જો આવા પાયાના કામો 70 વર્ષ પહેલાં થયા હોત તો મારો દેશ ક્યારેય બિમાર ન પડત. આપણે જ્યારે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ ઉજવીએ ત્યારે ખુલ્લામાં શૌચથી ભારતને મુક્ત બનાવી આરોગ્યની દિશામાં મોટું કામ કરીએ છીએ. અંતમાં તેમણે જૂનાગઢની ધરતીને નમન કરવાનો સમય મળ્યો હોવાનું કહી, સોમનાથ મહાદેવને યાદ કરવા સાથે ગુજરાતની માતાઓ-બહેનોને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી.

  આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજ્યનાં મંત્રીઓ આર. સી. ફળદુ, જયેશ રાદડીયા, સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, વાસણભાઇ આહીર, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, સાંસદો રાજેશ ચુડાસમા, પુનિત શર્મા, પૂનમબેન માડમ, નારણ કાછડિયા, સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ગીરીશભાઇ કોટેચાને કહયું હતું કે કેમ છો ગીરીશભાઇ મજામાં ને.

  વધુ માહિતી માટે આગળ વાંચો.... ભારે હાલાકી લોકો પાણીમાં પગ રાખીને બેઠા

 • pm narendra modi program bjp prepare for collect crowd and congress for opposite
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • pm narendra modi program bjp prepare for collect crowd and congress for opposite
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ