Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » philanthropist inattentive area of the underground drainage system in open troughs

બાબરાનાં દાનેશ્વર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીઓ પ્રત્યે તંત્ર બેધ્યાન

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 01:22 AM

અકસ્માતની ભિતી : રહિશોને અગવડતા : નવા ઢાંકણા ફીટ કરવા માંગ

  • philanthropist inattentive area of the underground drainage system in open troughs

    બાબરા: બાબરામા આવેલ દાનેવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટરની કુંડીનુ ઢાંકણુ તુટી ગયું છે. અહીથી પસાર થતા રાહદારીઓને અકસ્માતની ભિતી પણ સતાવે છે અનેક વખત રજુઆતો પણ કરવામા આવી છે તેમ છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી. આ ભુગર્ભ ગટરની કુંડીનુ ઢાંકણ ઘણા સમયથી તુટી ગયુ છે. આ બાબતને લઈને દાનેવનગર વિસ્તારમા રહેતા શૈલૈષભાઈ કોટીલા તેમજ નિશાનભાઈ ખાદા દ્વારા અવારનવાર રજુઆત કરવામા આવેલ છે.

    તેમ છતા તંત્રનુ પેટનુ પાણી હલતુ ન હોય તેમ આ રજુઆતને ધ્યાનમા લેવામા આવતી નથી. તો તંત્ર શું આ કુંડીમા કોઇ બાળક, વિદ્યાર્થી કે અહીથી પસાર થતા માલઢોર પડી જવાની રાહ જોઇને બેઠુ છે તેવા સવાલો પણ રહિશો ઉઠાવી રહ્યાં છે. હજુ બે દિવસ પહેલા અહીંથી પસાર થતી એક મોટરકારનુ વ્હીલ કુંડીમા ફસાયુ હતુ અને મહામુસીબતે બહાર કાઢવામા આવ્યું હતુ. અગાઉ એક વાછરડી પણ કુંડીમા ખાબકી હતી ત્યારે અહી કોઇ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ભુગર્ભ ગટરની ખુલ્લી કુંડીઓને ઢાંકવાની કામગીરી કરવામા આવે તેવી માંગ ઉઠી છે. તસ્વીર- રાજુ બસીયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending