અમરેલી પાલિકાની સભામાં જ પ્રમુખ પર પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈનો હુમલો

પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા
પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા
પાલિકાના તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતર્યા
પાલિકાના તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતર્યા

DivyaBhaskar.com

Sep 08, 2018, 01:06 AM IST

અમરેલી: અમરેલી કોંગ્રેસ શાસીત નગરપાલિકામાં આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જ બે જૂથ વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમા પર આવી ગયો હતો અને ચાલુ સભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષ નેતા ધાનાણીના કૌટુંબિક ભાઇએ જ પાલિક પ્રમુખ અને ચીફ ઓફિસર પર હિચકારો હુમલો કરતા હોબાળો મચી ગયો હતો અને સભા તોફાની બની હતી.

નગરપાલિકાના તમામ કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતર્યા, ફરિયાદની તજવીજ

નગરપાલિકામાં કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આજે સામાન્ય સભામાં પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ સંદિપ ધાનાણી સહિત કેટલાક સભ્યોએ પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા અને ચીફ ઓફિસર એચ.કે. હુણ પર ખુરશીઓ ફેંકી હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઇને પાલિકાના કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતર્યા છે. પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં મધ્યાહ્ન ભોજનની સંચાલિકા તાબે ન થતાં સ્કૂલ સંચાલકે હત્યા કરી નાંખી

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.

X
પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવાપાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા
પાલિકાના તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતર્યાપાલિકાના તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી