તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ શિકાર/ ચૂડાવડમાં વાડીમાં સૂતેલા અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક


* ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો
* ચૂડાવડ ગામના લોકોમાં ભયનો માહોલ

 

અમરેલી: બગસરાના ચૂડાવડ ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીમાંથી અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી જતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરની ઓરડી પાસે બાળક સૂતો હતો. ગામના બચુભાઇ કોરાટની વાડીમાં ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને ઉપાડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. મેહુલ પ્રભુભાઇ નામના બાળકને દીપડો ઉપાડી ગયો છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાની ભાલ મેળવવા તપાસ હાથ ધરી છે. વન વિભાગે ડોગ સ્ક્વોડની મદદથી દીપડાના સગડ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમજ સ્થાનિક ખેડૂતો પણ મદદે આવ્યા છે. 

 

રોટલા ઘડતી હતી અને મારો દીકરો પાસે ઉભો હતો: માતા

 

આ અંગે માતાએ જણાવ્યું હતું કે, હું રોટલા ઘડતી હતી ત્યારે મારી બાજુમાં જ મારો દીકરો ઊભો હતો. ત્યારે ખેતર બાજુથી દીપડો અચાનક આવ્યો હતો અને હું કંઇ સમજું તે પહેલા જ દીપડો તેને ઉઠાવી ગયો હતો. આથી મારા હાથમાંથી રોટલા પણ પડી ગયા હતા. મેં બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મૂકી હતી. આ સમયે લગભગ સવારના સાડા પાંચ વાગ્યા હતા. બાદમાં વાડીમાલિકને જાણ કરી તેઓ વાડીએ દોડી આવ્યા હતા અને સાત વાગ્યાની આસપાસ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. વનવિભાગ દીપડાને શોધી રહી છે.

 

જયદેવ વરૂ, અમરેલી.