મુંબઈમાં રહેતા અમરેલી જિલ્લાના હિરાના વેપારીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીઃ મુંબઈમાં વસતા હીરાના એક વેપારીએ તેમના વતન ધારી તાલુકાના કોઠાપીપળીયા ગામે આવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પોલીસે જણાવ્યા મળ્યા મુજબ, આ વેપારીએ ધંધામાં નુકસાની જવાથી દેવું વધી જતા આત્યંતિક પગલું ભર્યું છે.

 

મૃતક વેપારી હીરાના કારખાના માલિક


ધારી તાલુકાના કોઠાપીપળીયા ગામે રહેતા અને વ્યવસ્યાના કારણે મુંબઇ સ્થાયી થયેલા દિનેશ પરબતભાઇ સરધારા મુંબઇમા જ હીરાના કારખાનાના માલિક હતા અને હીરાની દલાલીનો પણ વ્યવસાય કરતા હતા. 

 

(હિંમતનગરના ભાજપી MLA બોલ્યા-ફેક્ટરીઓમાં કેટલા સ્થાનિક-પરપ્રાંતીયો છે તેનો સર્વે કરાવું છું)

 

ધંધામાં મંદી આવતા થઈ ગયું હતું દેવું


જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દિનેશભાઇને ધંધામા મંદી નડી રહી હતી જેને લઇ તેના પર આર્થિક ભીંસ આવી આવી પડી હતી અને લાખો રુપિયાનુ દેણું થઇ ગયું ગયું હતું. તેઓ છેલ્લા થોડા દિવસથી મુંબઇ છોડી પોતાના વતન કોઠા પીપળીયામાં આવી રહેવા લાગ્યાં હતા. આ વેપારી કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા અને કોઇ સાથે વાતચીત પણ કરતા ન હતા.તેઓએ પોતાના ઘરે જ રુમમા ગળાંફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.