Home » Saurashtra » Latest News » Amreli » Middle-aged Man Burned To Get Tired Of Mental Illness At Amreli

માનસિક બિમારીથી કંટાળી જઇ આધેડનું અગ્નિસ્નાન

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:03 AM

માનસિક બીમારી હોય તેનાથી કંટાળી જઈ ગઈકાલે તેણે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો

  • Middle-aged Man Burned To Get Tired Of Mental Illness At Amreli

    પ્રતિકાત્મક તસવીર

    અમરેલી: અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા એક આધેડને બે વર્ષથી માનસિક બીમારી હોય તેનાથી કંટાળી જઈ ગઈકાલે તેણે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. જ્યારે અહીંના એક વૃદ્ધનુ છાતીમાં દુખાવો થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.


    અમરેલીમાં બહારપરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ ભગુભાઈ સોલંકી નામના આધેડને છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી હતી. જેના કારણે તેમણે પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે તેમના કુટુંબી રાજુભાઈ મગનભાઈ સોલંકીએ અમરેલી સીટી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

    બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.ડી.પરમાર ચલાવી રહ્યા છે. અન્ય એક ઘટનામાં અમરેલીમાં ખોડીયાર નગર સ્ટેન્ડ પાસે રહેતાં રવજીભાઈ હયાલભાઈ નાડોદા (ઉ. વ. 65 ) નામના વૃદ્ધને અચાનક છાતીમાં દુખાવો થતાં સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ