પીપાવાવનાં દરિયામાં મરીન પોલીસ દ્વારા શંકાસ્પદ બોટને ઝડપી લેવાઇ

પોલીસ જવાનોએ લેન્ડીંગ પોઇન્ટની તપાસ કરી : દરિયાઇ સુરક્ષા જાળવવા પોલીસની કવાયત, સાગર સુરક્ષા કવચ ઓપરેશન હેઠળ મોકડ્રીલ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 01:17 AM
Marine police suspected a boat was captured in Pipavav sea

રાજુલા: રાજુલાના પીપાવાવના દરિયામા 10 નોટીકલ માઇલ દુરથી આવી રહેલી એક શંકાસ્પદ બોટને પોલીસે ઝડપી લીધી હતી. રાજુલા, જાફરાબાદ, મરીન પોલીસના કાફલાએ દરિયાઇ વિસ્તારના તમામ લેન્ડીંગ પોઇન્ટની તપાસ કરી હતી. જો કે રાજુલા જાફરાબાદના દરિયામા સાગર કવચ ઓપરેશન અંતર્ગત આ મોકડ્રીલ કરવામા આવી હતી. ગઇકાલથી શરૂ કરવામા આવેલ સાગર કવચ ઓપરેશનમા 150થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

રાજુલા જાફરાબાદ પંથકમા અનેક નાના મોટો ઉદ્યોગો કાર્યરત છે. દરિયાઇ સુરક્ષા મજબુત કરવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ પણ લેવામા આવી રહ્યાં છે. ત્યારે આજરોજ પીપાવાવના દરિયામા 10 નોટીકલ માઇલ દુરથી એક શંકાસ્પદ બોટ આવી રહી હોવાની બાતમી મળતા રાજુલા, જાફરાબાદ અને મરીન પોલીસ દ્વારા આ બોટને ઝડપી લેવામા આવી હતી. જો કે બાદમા આ માત્ર મોકડ્રીલ હોવાનુ ખુલતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અમરેલી જિલ્લાના દરિયાઈ સીમા પર દર વર્ષે સાગર કવચ ઓપરેશન કરી મોકડ્રીલ યોજવામા આવે છે. ગઇકાલથી રાજુલા જાફરાબાદ, મરીન પીપાવાવ પોલીસ સહિતના 150થી વધુ જવાનો દ્વારા સાગર કચવ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતુ. અહીના જુદાજુદા લેન્ડીંગ પોઇન્ટ પર પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામા આવ્યું હતુ. આમેય રાજુલા જાફરાબાદના દરિયાકાંઠો ખુલ્લો હોય દરિયામા કોઇ અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા પોલીસ સહિતના વિભાગો દ્વારા અવારનવાર જરૂરી પગલાઓ લેવામા આવી રહ્યાં છે. દરિયામા બોટ મારફત સઘન પેટ્રોલીંગ પણ કરવામા આવી રહ્યું છે. ઓપરેશનમા પીઆઇ જાડેજા, પીએસઆઇ એસ.જી. ગોહિલ, પીએસઆઇ યશવંત સિંહ ગોહિલ, ઇન્દુભા ગોહિલ, ગોકુલભાઈ, રાણાભાઇ વરૂ સહીત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

150થી વધુ મરીન પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો

ગઇકાલથી શરૂ થયેલા સાગર કચવ ઓપરેશનમા 10 પીએસઆઇ, 10 કમાન્ડો તેમજ 150થી વધારે પોલીસ જવાનોએ જુદીજુદી ટુકડીઓ બનાવી આ વિસ્તારમા સઘન પેટ્રોલીંગ કરી બંદોબસ્ત જાળવી સાગર કવચ ઓપરેશનમા ભાગ
લીધો હતો.

X
Marine police suspected a boat was captured in Pipavav sea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App