અમરેલી / હઝરતમાં માંઈસરોવર દરગાહ શરીફના 50માં ઉર્ષની ઉજવણી, સુનીલ દત્ત પણ અહીં આવી ચૂક્યા છે

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 11:42 AM
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
અમરેલી: હઝરતમાં માંઈસરોવરમાં દરગાહ શરીફના 50માં ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અહીં વર્ષોથી દરગાહ પર પ્રથમ ચાદર બ્રાહ્મણ કુંટુબના અરૂણભાઈ જોષી તરફથી ચઢાવવામાં આવે છે. જેથી અહીં કોમી એકતાનું પણ ઉમદા ઉદાહરણ જોવા મળે છે. આ તકે અહીંયા કવ્વાલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્ષ કમિટીના પ્રમુખ સૈયદ સાદિકબાપુ તથા હારૂનભાઈ લીલાને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તરફથી સન્માનપત્ર એનાયત કરાયું હતું. મહત્વનું છે કે સદભાવના યાત્રા સમયે ફિલ્મ કલાકાર અને નેતા સુનીલ દત પણ અહીં દર્શનાર્થે આવ્યા હતા.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App