તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી/ વાછરડાને બચાવવા આખલાએ સિંહ પાછળ લગાવી દોટ, LIVE વીડિયો વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

*વાછરડાને લઇને જતા ડાલામથ્થા સાથે બાથ ભીડવા આખલાએ દેખાડી બહાદુરી

અમરેલી: સિંહનો એક ભયાનક વીડિયો અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક સિંહ વાછરડાને મોંમાં પકડીને તેને ઉપાડી જાય છે. જે દરમિયાન વાછરડાને બચાવવા માટે આખલાએ સિંહની પાછળ દોટ લગાવી હતી. સિંહ વાછરડાને દબોચીને ભાગતો જોઈ એક આખલો તેની પાછળ પડ્યો હતો અને નાના પશુને બચાવવા માટે બાથ ભીડી હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

 

જયદેવ વરૂ, અમરેલી.