અમરેલીમાં 13 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર શિક્ષિકાનો લંપટ પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો

અમરેલીનાં આનંદપરા વિસ્તારનો બનાવ, દામનગરનાં રાભડા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 2005મા કર્યા હતા પ્રેમલગ્ન, ફરિયાદ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 12:52 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમરેલી: દામનગર તાબાના રાભડા ગામે નોકરી કરતી શિક્ષિકાને તેના પતિએ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાના કારણે અમાનુષી અત્યાચાર ગુજારી તેને તથા તેના પુત્રને મારી નાખી આત્મહત્યા કરી લઇશ તેવી ધમકી આપતા આ મહિલાએ પતિ સામે પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. હાલમા અમરેલીમા આનંદનગરમા રહેતા અને દામનગરના રાભડા ગામની પ્રાથમિક શાળામા શિક્ષિકા તરીકે નોકરી કરતા જાગૃતિબેન રાહુલભાઇ અગ્રાવતે આ અંગે ચિતલરોડ પર તપોવન મંદિર પાસે રહેતા પતિ રાહુલ જયંતીભાઇ અગ્રાવત સામે સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.


જેમા તેણે જણાવ્યું છે કે તેના પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તેના પર સતત અત્યાચાર ગુજારવામા આવી રહ્યો છે. તેના પતિને દિપાલી નામની યુવતી સાથે પ્રેમસંબંધ છે. જેના કારણે તે અત્યાચાર ગુજારી રહ્યો છે. ગઇકાલે રાહુલ અગ્રાવત તેના 12 વર્ષના પુત્ર સિધ્ધાર્થને લેશન કરવાના મુદ્દે માર મારતો હતો ત્યારે જાગૃતિબેન વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. રાહુલે રૂપિયા 50 હજારની કિમતનુ મંગળસુત્ર અને સોનાની બુટી પણ લઇ લીધા હતા. મારે દિપાલી સાથે પ્રેમસંબંધ છે અને રહેશે તેમ કહી જો વિરોધ કરશે તો તેને અને પુત્રને મારમારી પોતે પણ આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. જેને પગલે જાગૃતિબેને માવતર ખાતે અમરેલી દોડી આવી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

પતિએ આઠ વર્ષનો પગાર પણ લઇ લીધો


જાગૃતિબેને ફરિયાદમા એમપણ જણાવ્યું હતુ કે તેને 2010મા રાભડામા શિક્ષિકા તરીકે નોકરી મળી હતી. અને છેલ્લા આઠ વર્ષથી તેનો પગાર પતિ લઇ લે છે. એટલુ જ નહી કોઇ હિસાબ પણ આપતો નથી અને આજે તેના બેંક એકાઉન્ટમા એક રૂપિયાની પણ બેલેન્સ નથી.


વિડીયોગ્રાફીનો ધંધો કરે છે પતિ


બંનેએ વર્ષ 2005મા પ્રેમલગ્ન કર્યા હતા. અને રાભડામા નોકરી કરતા 2010થી બંને દામનગર રહેવા ચાલ્યા ગયા હતા. પતિ અમરેલીમા વિડીયોગ્રાફીનુ કામ કરે છે. અને દરરોજ દામનગરથી અમરેલી અપડાઉન કરે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App