દલિતોનાં પ્રશ્નો હલ નહી થાય તો ચક્કાજામ: જીજ્ઞેશ મેવાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: ગઇકાલે સમસ્ત અમરેલી જિલ્લાના દલિત સમાજ દ્વારા બહોળી સંખ્યામાં હાજરી રહી હતી. અને વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં અનુ.જાતિ સહકારી સામુદાયિક ખેતી મંડળીઓ નિષ્ક્રીય છે. અને મંડળીઓ હસ્તક હજારો એકર જમીનોનો કબ્જો અનય પાસે છે. અથવા મુળ ખાતેદાર પાસે છે મંડળીના સભ્યોને પણ જમીન ફાળવવામાં આવેલ નથી.

 

ઉના કાંડ સમયે ખોટા કેસ કરીને ફીટ કરી દેવામાં આવેલા યુવાનોને જેલ મુક્ત કરવામાં આવે. સફાઇ કામદારોના પગાર અને હક્કો અંગેની રજુઆત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના દલિતોના મર્ડર કેસ થયેલા છે. તેવા કિસ્સામાં પીડીત પરિવારને રોજગારી માટે જમીનો ફાળવવામાં આવે, ખાનગી કંપનીઓ અને કારખાનાઓમાં અનામતનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

 

 

આ સાથે જીજ્ઞેશ મેવાણીના હસ્તકે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનરોની નિમણુક કરવામાં આવી હતી.  અમરેલી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનના પ્રશ્નોના નિકાલ નહી કરવામાં આવે તો આગામી સાત દિવસની અંદર હાઇવે ચક્કાજામ આંદોલન કરવામાં આવશે. 

 

માંડવડાનાં પિડીતોની મુલાકાત લીધી

 

 

સૌ પ્રથમ જીજ્ઞેશ મેવાણીએ બગસરાના માંડવડામાં પીડીત પરિવારની મુલાકાત લીધી હતી. તેમજ અહી બહોળી સંખ્યામાં ભીમ સૈનીકોની હાજરી રહી હતી. અને તેના પરિવાર કહ્યુ હતુ કે, તમામ આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

જાળીયામાં ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યુ


અમરેલીના જાળીયા ખાતે ડો.આંબેડક પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા જીજ્ઞેશ મેવાણીના સામૈયા કરીને સ્વાગત કરાયુ હતુ. પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. સાથો સાથે સભા પણ સબંધો હતી. 

અન્ય સમાચારો પણ છે...