Home » Saurashtra » Latest News » Amreli » Husband to Snatched Jewelery And Ax Attack On His Wife At Khambha

પતિએ ઘરેણા આંચકી લઇ પત્નીને કુહાડીનાં ઘા ઝીંક્યા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:38 AM

પિયર ગયેલી પત્ની પાછળ જઈ સસરાને પણ કુહાડી મારી

  • Husband to Snatched Jewelery And Ax Attack On His Wife At Khambha

    પ્રતિકાત્મક તસવીર

    ખાંભા: ખાંભા તાલુકાના હનુમાનપુરમાં પત્ની પિયર ગઈ હોય પતિએ પાછળ-પાછળ ત્યાં પહોંચી તેની પાસેથી ઘરેણાં આંચકી પત્નીને માથામાં તથા ખભામાં કુહાડીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાઈ છે. આ યુવાને તેના સસરાને પણ કુહાડીનો એક ઘા માર્યો હતો.

    પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધરતીબેન જનકભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય યુવતી છેલ્લા ત્રણ દિવસથી તેના પિતાના ઘરે આવી હતી. ત્યારે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે રહેતો તેનો પતિ મોટરસાયકલ લઇને ત્યાં આવ્યો હતો. અને ધરતીબેન પાસે ઘરેણાં માંગ્યા હતા. જેથી તેણે પોતે પહેરેલા ઘરેણા કાઢી આપ્યા હતા.

    પતિ જનક ભુપતભાઇ ચૌહાણ કોઈ અકળ કારણે ઉશ્કેરાયેલો હતો. અને ઘરેણા લીધા બાદ મોટર સાયકલમાંથી કુહાડી કાઢી પત્નીને માથામાં તથા ખભા પર તેના બે ઘા ઝીંકી દીધા હતા. રાડારાડ થતા તેના સસરા દોડી આવ્યા હતા. જેથી આ શખ્સે તેના સસરાને પણ પીઠ પર કુહાડીનો એક ઘા મારી દીધો હતો.ઘાયલ થયેલા બંનેને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ