Home » Saurashtra » Latest News » Amreli » Husband Beaten Wife And He Says Why Do Not You Take My Phone At Amreli

‘તું મારો ફોન કેમ ઉપાડતી નથી’ તેમ કહી પતિએ પત્નીનું માથું દીવાલ સાથે અફળાવ્યું

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:08 AM

બગસરા મધ્યસ્થ બેંકનાં એકાઉન્ટન્ટ સામે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી

  • Husband Beaten Wife And He Says Why Do Not You Take My Phone At Amreli

    પ્રતિકાત્મક તસવીર

    અમરેલી: બગસરાની મધ્યસ્થ સહકારી બેંકમાં બ્રાન્ચ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિપ્ર યુવાને અમરેલીમાં પોતાની પત્નીને તુ મારો ફોન કેમ ઉપાડતી નથી તેમ કહી માથાકૂટ કરી માથું દીવાલ સાથે અથડાવી ગંભીર ઇજા પહોંચાડતા આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઈ છે. મહિલાએ આ અંગે પતિ સામે ફરિયાદ નોંધાવી છે.


    પુજાબેનની ૧૦ માસની પુત્રીની આંખો ચાલી ગઈ હોય આંખો બતાવવા માટે તે રાજકોટ ગયા હતા. આજે કપિલે તે મારો ફોન કેમ ઉપાડ્યો નહોતો તેમ કહી તેમની સાથે તકરાર કરી હતી. પૂજબેને હું ડોક્ટર પાસે હતી તેથી ફોન ના ઉપાડ્યો તેવો જવાબ આપતા ઉશ્કેરાયેલા કપિલે વાળ પકડી તેનું માથું દીવાલ સાથે અથડાવી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે દોડી આવેલા પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સ મારફત આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડી હતી. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ અવારનવાર દારૂની તેને મારકૂટ કરે છે.

    પોલીસ માત્ર પ્રેક્ષકની ભૂમિકામાં છે: મહિલા


    આ મહિલાએ આપેલી ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે અવારનવાર હું હિંસાનો ભોગ બની રહી છું. અને પોલીસને જાણ કરું છું. પણ પોલીસ માત્ર પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ