14 સિંહોના મોત બાદ અઠવાડિયે જાગ્યા વનમંત્રી વસાવા, ગીરની મુલાકાતમાં કર્યો તંત્રનો બચાવ

gujarat forest minister ganpat vasava visit a gir after one week of 14 lion death

divyabhaskar.com

Sep 29, 2018, 07:39 PM IST

અમરેલીઃ ગીરપૂર્વ વિભાગની દલખાણીયા રેંજમા 14 સિહોંના મોત મામલે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાના અઠવાડીયા બાદ જાગેલા મંત્રી વસવા આજે ધારી ખાતે આવી દલખાણીયાના જંગલોમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ વિસ્તારમા 100 ટીમના 500 કર્મીઓએ 500 સિંહોનુ સ્કેનિંગ કર્યું હતું અને ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમા ફરીને તપાસ કરી હતી. જેમાં સાતથી આઠ બીમાર સિંહને સારવાર આપવામા આવી છે, જ્યારે હાલ ચાર સિંહની સારવાર ચાલી રહી છે. વનમંત્રીએ દલખાણીયાની એક જ રેન્જમાં એક સાથે 14 સિંહના મોત મામલે બચાવ કરી રીપોર્ટની રાહ જોવા માટે કહ્યું હતું.

હજુ માસ્ટર પ્લાન બનાવાશે


સામાન્ય રીતે પશુઓ અને પક્ષીઓ માટે હેલ્પ લાઈનો કાર્યરત છે, ત્યારે વસાવાને સિંહો માટેની હેલ્પ લાઈન શરુ કરવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હજુ માસ્ટર પ્લાન બનાવવામાં આવશે.

અધિકારીઓ નથી ઉપાડતા ફોન


આ તમામ ઘટનાઓ વચ્ચે એક વાત તો ચોક્કસ છે કે, જ્યારે પણ જંગલની કોઇ ઘટના બાબતે પૂછવા માટે અધિકારીઓને ફોન કરવામા આવે છે ત્યારે તેઓના ફોન બંધ જ આવતા હોવાથી વન વિભાગ કંઈક છુપાવતું હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે.

નાના વન કર્મીઓના અટકેલા પગારથી વન મંત્રી અજાણ

જ્યારે જંગલમાં રાત દિવસ કામ કરતા નાના વનકર્મીઓના અટકેલા પગાર બાબતે વનમંત્રીએ જણાવ્યું હતું કે, માહિતી ન હોવાનો ઉડાઉ જવાબ આપી ચાલતી પકડી હતી. તો બીજી તરફ તેમણે અમરેલી જિલ્લાના જે વિસ્તારોમા સિંહોનો વસવાટ છે ત્યાંના કેટલાક વન પ્રેમીઓ અને ભાજપના કાર્યકરોની એક ખાનગી બેઠકને સંબોધી હતી. જેમાં વન વિભાગના મુખ્ય અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ હીરેન હીરપરાએ ખાસ હાજરી આપી હતી અને લોકો સાથેની ચર્ચામાં સિંહ બચાવવાના અભિપ્રાયો લીધા હતા.

કર્મચારીઓને અભિનંદન આપી બચાવ કર્યો


આ ઉપરાંત મંત્રી વસાવાએ વન વિભાગના કર્મચારી અને અધિકારીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરવાને બદલે કર્મચારીઓને અભિનંદન આપી તેમનો બચાવ કર્યો હતો.

(રાજકોટમાં પિતા સ્કૂલ ફીના હપ્તા કઈ રીતે ભરશે?તેની ચિંતામાં ધો.9ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો)

X
gujarat forest minister ganpat vasava visit a gir after one week of 14 lion death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી