સુડાવડમાં બાળકને દિપડો ઉપાડી ગયાની ઘટનાના ચોથા દિવસે પણ ભાળ ન મળતા પરિવાર ચિંતિત

DivyaBhaskar.com

Dec 07, 2018, 11:13 AM IST
પરિવાર ચિંતિત
પરિવાર ચિંતિત

* માનવભક્ષી દિપડાને પકડવા માટે વન વિભાગે પાજરૂ મુક્યું
*ગામના લોકો વાડી ખેતરે જતા ડર અનુભવી રહ્યા છે

અમરેલી: બગસરાના સુડાવડ ગામની સીમમા માતાની બાજુમા ઉભેલા બે વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયાની ઘટનામાં આજે ચોથા દિવસે પણ વનવિભાગને બાળકની કોઇ ભાળ મળી નથી. આથી પરિવાર ચિંતિત છે. વનવિભાગ દ્વારા બાળકને શોધવા માટે 15 ટુકડીઓ પણ કામે લગાડવામા આવી છે. આ ઉપરાંત વનવિભાગે માનવભક્ષી દિપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે દિપડો પણ હજુ પાંજરે પૂરાયો નથી.

માનવભક્ષી દિપડાને પકડવા માટે વન વિભાગે પાજરૂ મુક્યું


સુડાવડ ગામની સીમમાં ચાર દિવસ પહેલા વહેલી સવારે અહીં મજૂરીકામ કરતા રાજસ્થાની પ્રભુભાઇ ભગોરાના પત્ની મંજીબેન દરવાજા પાસે ઉભા હતા ત્યારે તેની પાસે તેનો બે વર્ષનો પુત્ર પણ ઉભો હતો. ત્યારે પાછળથી ધસી આવેલો દિપડો બાળકને ગળાના ભાગેથી પકડી ખેંચીને લઇ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમા ફફડાટ ફેલાયો હતો. જો કે આજે ચાર દિવસ બાદ પણ હજુ બાળકની કોઇ ભાળ મળી નથી.

ગામના લોકો વાડી ખેતરે જતા ડર અનુભવી રહ્યા છે

માનવભક્ષી દિપડાને પૂરવા માટે પાંજરૂ પણ ગોઠવાયું છે ત્યારે દિપડો પણ પાંજરે પૂરાયો ન હોય આ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક તરફ ખેતીની સિઝન પણ ચાલી રહી છે અને દિપડો પાંજરે પૂરાયો ન હોય ખેડૂતો વાડી ખેતરોમાં જતા પણ હજુ ડર અનુભવી રહ્યાં છે.

X
પરિવાર ચિંતિતપરિવાર ચિંતિત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી