રાજકોટમાં આગાહી, અરમેલી પંથકમાં ધોધમાર 4 ઇંચ, જૂનાગઢમાં 1 ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યાં છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો છે. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 4 ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે. જેમા નાગેશ્રીના રાયડી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે ત્રણ ઈંચ વરસાદ નોધાયા છે. ભવનાથ તળેટીમાં મહાદેવ મંદિર પાસેથી રોડપર નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રસ્યો જોવા માળ્યા હતા.લીલીયામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી. પશુઓ તણાયા હતા. 

જાફરાબાદ ગ્રામ્યમા અનરાધાર વર્ષા

 

સૌરાષ્ટ્રના અમરેલીમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી પડ્યા હતા. હેમાલ, શેલણા જેવો ગામોમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. હેમાલસહિતના ગામની આસપાસના વિસ્તારમાં સાડા ત્રણ ચાર ઇંચ જેવો વરસાદ વરસતા નદીઓ અને ચેકડેમ છલકાઇ ગયા હતા.

 

રાજકોટ સહિતસૌરાષ્ટ્રમા 48 કલાકની આગાહી

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્ર  અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સ્ટેન્ડટુના આદેશો અપાઇ ગયા છે. રાજકોટ પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ ફાયર અને એનડીઆરએપની ટીમને ખડે પગે રહેવાની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં બે દિવસમાં જેતપુર પંથકમા એક જ દિવસમાં 8 ઇંચ અને શાપર વેરાવળમાં 8 ઇંચ જેવો વરસાદ વરસી ચુક્યો છે. રાજકોટમાં પણ ગઇકાલે અઢી ઇંચ વરસાદ પછી આજે કાળાડિબાંગ વાદળો છવાઇ ગયા છે.

 

રાજકોટમાં ગૂંજ્યો જય જગન્નાથજીનો નાદ, ડુપ્લીકેટ મોદીનુ આકર્ષણ

 

 

તસવીરો જોવા માટો આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

તસવીરો, નિમિશ ઠાકર, જૂનાગઢ