યુવાનની અનોખી સિદ્ધિ, 200 ચક્ષુદાન મેળવી એનાયત થયો રાજ્યપાલનાં હસ્તે એવૉર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા: સાવરકુંડલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને ગજાનન લેબોરેટરી ધરાવતા મેહુલભાઈ બકુલભાઈ વ્યાસ કે જેઓ 2007થી રેડક્રોસની સ્થાપના બાદ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા વર્ષ 2014થી આજ સુધીમાં 200 કરતા પણ વધુ ચક્ષુદાન સમગ્ર અમરેલી જિલ્લામાંથી જાતે સ્વ ખર્ચે લીધા છે. તેઓએ રાજ્યપાલના હસ્તે એવૉર્ડ મેળવી સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું છે. 

આઠ વર્ષથી લેબટેકનીશ્યન દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે


સાવરકુંડલા ખાતે છેલ્લાં આઠ વર્ષથી લેબટેકનીશ્યન દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે. જ્યારથી સાવરકુંડલામાં રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઇ છે ત્યારથી મેહુલભાઇ બકુલભાઇ વ્યાસ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. સાવરકુંડલા તાલુકામાં તેઓએ 70 કરતા પણ વધુ બ્લડ કેમ્પ અને 3 કેન્સર કેમ્પ કરવામાં આવ્યા છે. અને 9 જેટલા નેત્ર નિદાન કેમ્પો અને 3000 વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. તેમને તેમની આ કામગીરી બદલ રાજ્યપાલના હસ્તે એવોર્ડ મેળવી સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું છે. 

 

 જીવિત લોકોના અવસાન બાદ ચક્ષુદાનના ફોર્મ પણ ભરવામાં આવે છે


મેહુલભાઈને ચક્ષુદાનની પ્રેરણા તેમનામાં રહેલા અંધજનો પ્રત્યેની લાગણીમાંથી મળી હતી. તથા તેમની લેબોરેટરી ખાતે મેજર થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિને પોતાની લેબોરેટરી પર વિનામૂલ્યે ટેસ્ટ કરી આપે છે. તથા તેમની સારવારમાં મદદરૂપ થાય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં તેમના દ્વારા જીવિત લોકોના અવસાન બાદ ચક્ષુદાનના ફોર્મ પણ ભરવામાં આવે છે. મેહુલભાઈ દ્વારા સાવરકુંડલા તાલુકામાં યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાનનું સૂત્ર સાર્થક કરી સમગ્ર અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાંથી વધુને વધુ ચક્ષુદાન અપાવી સાવરકુંડલાનું નામ રોશન કરવામાં આવ્યું છે. 

 

 દિકરી પણ કરે છે તેના પિતાને મદદ 

 

મેહુલભાઇ વ્યાસ સમગ્ર અમરેલી જિલ્લામાં જ્યારે પણ ચક્ષુદાન લેવા માટે જાય છે ત્યારે તેમની 10 વર્ષની દિકરી ક્રિષા પણ તેમની સાથે રહી મદદરૂપ થાય છે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...