10 વર્ષથી દરરોજ 45 મણ ઘાસચારાનું વિતરણ કરી રખડતી ગાયનો નિભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા: બાબરા શહેરના ગૌસેવા ગ્રુપ દ્વારા શહેરમાં રનિરાધાર ગાયો માટે ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવે છે. આ ગ્રુપ શહેરની તમામ નિરાધાર ગાયોની, બીમારી સબબ સારવારની સાથે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તેની પણ વ્યવસ્થા કરી છેલ્લા દસેક વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામા આવી રહ્યું છે. શહેરના તમામ વેપારીઓ પાસેથી ગૌસેવા ગ્રુપના સભ્યો ફાળો એકત્રિત કરી રકમ ઉભી કરવામાં આવે છે.

 

લીલો ઘાસચારો ખરીદી કરી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતી નિરાધાર ગાયો તેમજ અન્ય પશુ ધનને  ઘાસચારા નાખવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. બાબરા શહેરમાં આશરે ૫૦૦ જેટલા નિરાધાર પશુઓનો સમાવેશ થાય છે. નિરાધાર પશુઓની સેવા કરતા ગૌસેવા ગ્રુપના સભ્યો પોતાનું સદભાગ્ય સમજી રહ્યા છે.   બાબરા ગૌસેવા ગ્રુપના આશરે ૨૫ જેટલા સભ્યો શહેરની નિરાધાર બીમાર ગાય માતાની સેવાની સાથે અકસ્માતમાં ઈજાગ્રસ્ત પશુધનની પણ સારવાર કરવામાં દોડી જાય છે. અને તે માટે શહેરના પશુ ડોકટર પણ નિસ્વાર્થ ભાવે સારવાર કરે છે.

 

ગૌસેવા ગ્રુપની અનેરી સેવા જોઇ બાબરાના તમામ નાના મોટા વેપારીઓ ઉદાર હાથે આર્થિક યોગદાન આપે છે. ઉનાળાની ઋતુનો પ્રારંભ થાય એટલે નિરાધાર પશુઓને લીલો ઘાસચારો મળતો નથી. જેના કારણે કુડો કચરો આરોગીને ગાય સહિતના પશુધન બીમારીને શરણે થઈ મોતને ભેટે છે. ત્યારે બાબરાના આ ગૌસેવા ગ્રુપ બાબરાની એક પણ નિરાધાર ગાય કે અન્ય પશુધનને લીલા ઘાસચારા માટે આમ તેમ ભટકવું ન પડે તે માટે સેવા કરી રહ્યાં છે. તસ્વીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...