ખાંભાનાં માલકનેસમાં દીપડાએ 16 વર્ષીય કિશોરી પર હુમલો કરી ઇજા પહોંચાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભા: ખાંભાનાં નવા માલકનેશમા રહેતા સવિતાબેન ધીરૂભાઈ મકવાણા પોતાની માલિકીની વાડી વિસ્તારમાં  રહે છે. ગત રાત્રીના કોમલબેન અને તેની માતા સવિતાબેન બંને રસોડાની ઓરડીમાં સુતા હતા. રાત્રીના 2 વાગ્યા આસપાસ એક દીપડો ચડી આવ્યો હતો અને દીપડાએ કોમલબેનના માથાના ભાગે પકડી ઢસડી લઈ જવા લાગ્યો હતો. તેણે બુમાબુમ કરતા તેની માતા પણ જાગી ગઈ હતી અને પોતાની પુત્રીને બચાવવા દીપડો જે દિશામાં ઢસડીને લઈ જતો હતો તે દિશામાં હાકલા પડકારા કરતા દોડી અને દીપડાના મોઢામાંથી પોતાની પુત્રીને છોડાવી હતી.

 

દીપડાએ કોમલબેનને માથાના ભાગે પકડી ઢસડી હતી. ત્યારે માથાના ભાગે તેમજ ધસડતા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી.  આજુબાજુના અન્ય ખેડૂતો અને વાડીમાં રહેતા ભાગીયા પણ આવી પહોંચ્યા હતા. બાદમા ખાંભા 108ની મદદ માંગવામા આવતા ખાંભા 108ના સ્ટાફ દોડી ગયો હતો. અને તાત્કાલિક સારવાર અર્થે ખાંભા લઈ આવ્યો હતો. બાદમાં આજે સવારે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.

 

માનવભક્ષી દીપડાને પકડવા માંગ

 

નવા માલકનેશ ગામના વાડી વિસ્તારમા દિપડાએ કિશોરી પર હુમલો કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. જેને પગલે આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા માંગ કરાઇ છે.

 

અન્ય સમાચારો પણ છે...