ખેડુતોનાં સમર્થનમાં અમરેલીમા આજે કોંગીની રેલી અને ધરણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: સમગ્ર દેશમા ખેડૂતો પોષણક્ષમ ભાવ, પાક વિમો, દેવા માફી, જમીન માપણી સહિતના પ્રશ્નો અંગે હડતાલ પાડી વિરોધ વ્યકત કરી રહ્યાં છે ત્યારે આવતીકાલે અમરેલીમા વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીની આગેવાનીમા રેલી, ધરણા અને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામા આવશે. ખેડૂતો જુદાજુદા પ્રશ્નો અંગે દેશવ્યાપી હડતાલ ચલાવી રહ્યાં છે. ત્યારે તેના સમર્થનમા અમરેલીમા આવતીકાલે કોંગીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમા તા. 8ના રોજ સાંજે 4 કલાકે રેલી કાઢવામા આવશે. બાદમા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાશે. અહી ધરણા પણ કરવામા આવશે. આ ઉપરાંત શનિવારે ગામડે ગામડે ઘંટનાદ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરાશે. જો કોઇ પ્રશ્નનો ઉકેલ ન આવે તો તા. 10ના રોજ રસ્તારોકો અને જેલભરો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...