અમરેલી / 20થી વધુ સિંહો પાછળ કાર દોડાવી પજવણી કરવામાં આવી, વીડિયો વાઇરલ

DivyaBhaskar.com | Updated - Apr 17, 2019, 07:24 PM

  • સિંહદર્શનના નામે સિંહોની પજવણી, કારમાં યુવતીનો અવાજ પણ સંભળાય છે

અમરેલી: સિંહો પાછળ કાર દોડાવી પજવણી કરતો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં 20થી વધુ સિંહો જોવા મળી રહ્યા છે અને કાર ચાલક ધીમે ધીમે તેની પાછળ કાર દોડાવી રહ્યો છે. કારમાં બેઠેલો ડ્રાઇવરને કહે છે કે ધીમી રાખ. કારમાં યુવતીનો અવાજ પણ સંભળાય રહ્યો છે. સિંહ દર્શન કરવા આવેલા લોકો સિંહોળા ટોળા પાછળ કાર દોડાવી પજવણી કરી રહ્યા છે.

વાડી વિસ્તારના રસ્તા પર કાર ચલાવી: સિંહ દર્શન કરવા આવેલા લોકો વાડી વિસ્તારના રસ્તા પર કાર ચલાવી સિંહોની પજવણી કરી રહ્યા છે. બાદમાં સિંહોનું ટોળુ ખુલ્લા ખેતરમાં જતા કાર ત્યાં જવા દે છે. આ વીડિયો ખાંભા કે ગીર જંગલના કાંઠાળ ગામનો હોવાનું અનુમાન છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંહપ્રેમીઓએ સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે. કારમાં સિંહનો જાણકાર શખ્સ હોવાનું પણ બહાર આવ્યું છે. વનવિભાગ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી સિંહપ્રેમીઓએ માંગ કરી છે.

(જયદેવ વરૂ, અમરેલી)

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App