ભળતા ચહેરાવાળી યુવતીની બિભત્સ ક્લિપ બતાવી વડીયા પંથકની યુવતીને બ્લેક મેઇલ કરી દુષ્કર્મનો પ્રયાસ

યુવતીને જેના ભરોસે રાજકોટ ભણવા મોકલી હતી તે બિલ્ડરે જ પોત પ્રકાશ્યું : ગામ અને સગા સંબંધીઓમા વિડીયો કલીપ વહેતી કરી યુવતી

Bhaskar News | Updated - Sep 09, 2018, 11:34 PM
શિક્ષકનો પુત્ર છે આરોપી, વિક્રમ હિરપરા
શિક્ષકનો પુત્ર છે આરોપી, વિક્રમ હિરપરા

વડીયા: વડીયા પંથકની એક યુવતી રાજકોટમા ભાડાના મકાનમા રહી કોલેજમા અભ્યાસ કરતી હોય તેના ચહેરાને મળતો જ ચહેરો ધરાવનાર યુવતીની બિભત્સ કલીપ વાયરલ થતા મુળ તોરી ગામના અને હાલ રાજકોટમા રહેતા જમીન મકાનના ધંધાર્થીએ તેને આ મુદ્દે બ્લેક મેઇલ કરી તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા યુવતીએ આ બારામા રાજકોટ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પહેલા આ યુવતીને તેના પિતાએ આ શખ્સના ભરોસે જ રાજકોટ ખાતે ભણવા મોકલી હતી.


વડીયા પંથકની 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મના પ્રયાસની આ ઘટના રાજકોટ ખાતે બની હતી. ખેડૂત પરિવારની યુવતી રાજકોટમા સાયન્સ કોલેજમા અભ્યાસ કરી રહી છે. જેના પર મુળ વડીયા તાલુકાના તોરી ગામનો અને હાલમા રાજકોટમા મેટોડા નજીક વ્રજભુમિ એપાર્ટમેન્ટમા રહેતા વિક્રમ રવજીભાઇ હિરપરા નામના શખ્સે બ્લેક મેઇલ કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો.


થોડા દિવસ પહેલા આ શખ્સે યુવતીના મોબાઇલ પર એક બિભત્સ કલીપ મોકલી આ કલીપ તારી છે તેવુ જણાવી બ્લેક મેઇલીંગ શરૂ કર્યુ હતુ. જો કે આ યુવતીએ મે આવુ કોઇ ખરાબ કામ કર્યુ નથી. કલીપમા દેખાતા છોકરાઓને હું ઓળખતી નથી અને તેમા દેખાતી યુવતી તેના મળતા આવતા ચહેરાવાળી છે તેમ જણાવ્યું હતુ. આમ છતા આ શખ્સે અવારનવાર ફોન પર તેનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ તારીખ 20/8ના રોજ તે રાજકોટમા પોતાની રૂમ પર એકલી હતી ત્યારે વિક્રમ હિરપરા ત્યાં પહોંચી ગયો હતો.આ શખ્સે જો તુ મારી સાથે શરીર સંબંધ નહી રાખે તો આ વીડિયો કલીપ હું બધે જ વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી તેની સાથે શરીર સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ પ્રતિકાર કરતા તે મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ યુવતીને અન્ય બે ચાર શખ્સોએ પણ અજાણ્યા ટેલીફોન નંબર પરથી વારંવાર આ વીડિયો કલીપ મોકલી હતી. કેટલાક નરાધમોએ ગામમા તથા તેમના સગા સંબંધીઓને પણ મોકલી હતી. જેને પગલે યુવતીએ રાજકોટ પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે વડીયા પંથકમા ચકચાર મચી છે.

ગામ લોકોએ યુવતીના માતાપિતાને કરી જાણ

યુવતીને બ્લેક મેઇલ કરનારા શખ્સોએ વિડીયો કલીપ તેના ગામ લોકોના મોબાઇલમા પણ મોકલતા આ પરિવારના નજીકના લોકોએ તેના માતાપિતાને આ બાબતની જાણ કરી હતી. યુવતીના પિતાએ પણ વીડિયોમા દેખાતી યુવતી પોતાની પુત્રી નહી હોવાનુ જણાવ્યું હતુ.

શિક્ષકનો પુત્ર છે આરોપી

વિક્રમ હિરપરા રાજકોટમા રહી બાંધકામનો ધંધો કરે છે. તેના પિતા વેલજીભાઇ હિરપરા અગાઉ તોરી ગામની હાઇસ્કુલમા પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.


રાજકોટ પોલીસ યુવતીનાં ગામમાંથી ત્રણ શખ્સોને ઉપાડી ગઇ


દરમિયાન આજે રાજકોટ ગાંધીગ્રામ- યુનિવર્સિટી-2 પોલીસ મથકના પીએસઆઇ એમ.બી.રબારી સ્ટાફ સાથે વડીયા પંથકમા દોડી આવ્યા હતા અને યુવતીના ગામમાથી ત્રણ શખ્સોને ઉપાડી લીધા હતા. આ શખ્સોએ પણ વિડીયો વાયરલ કર્યા હતા. જો કે મુખ્ય સુત્રધાર હજુ પોલીસના હાથમા આવ્યો નથી.


યુવતીએ મોબાઇલનું સીમકાર્ડ તોડી નાખ્યું


બનાવ અંગે યુવતીએ પોલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મોબાઇલમા વારંવાર વોટસએપ પર આ બિભત્સ કલીપ મોકલવામા આવી રહી હોય તેણે વોટસએપ ડિલીટ કરી નાખ્યું હતુ અને સીમકાર્ડ પણ તોડી નાખ્યું હતુ.

X
શિક્ષકનો પુત્ર છે આરોપી, વિક્રમ હિરપરાશિક્ષકનો પુત્ર છે આરોપી, વિક્રમ હિરપરા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App