બુક સ્ટોર ચલાવનાર પિતાનો પુત્રે CAની પરીક્ષામાં રાજ્યમાં આવ્યો Second

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરા:  બગસરાના ખત્રી પરિવારમાં રાજુભાઈ મેરના પુત્ર કિશને હાલમાં લેવાયેલી સી.એ.ની ફાઈનલ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. કિશનના પિતા રાજુભાઈ બગસરાના વિજયચોકમાં બૂક સ્ટોર ધરાવે છે તથા સાથે કુરિયરનું કામ કરે છે. રાજુભાઈના બે પુત્રો પૈકી મોટો પુત્ર કિશને પ્રાથમિક અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ બગસરામાં મેળવ્યું હતું. તેમના મુંબઈ સ્થિત કાકાના પુત્ર હાર્દિક જે પણ સી.એ.ની તૈયારી કરતો હતો તેની પાસેથી પ્રેરણા મેળવી આગળ અભ્યાસ માટે અમદાવાદ પહોચ્યો હતો. 

 

બુક સ્ટોર ધરાવતા પિતાના પુત્રે અડગ મનોબળથી મેળવી સફળતા


ત્યાં સી.એ. ની તૈયારી શરૂ કરી અને તનતોડ પ્રયત્ન કરીને સી.એ.ની તમામ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી અને સી.એ. ફાઈનલના તાજેતરના આવેલા પરિણામમાં તેણે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય તથા ઓલ ઇન્ડિયામાં ૨૯મો રેન્ક મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો.

 

હુ મહેનત કરતો ગયો અને પાસ થતો ગયો

 

કિશન મેરે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું જેમ જેમ મહેતન કરતો ગયો તેમ તેમ પાસ થતો ગયો. જીવનમાં મહેનત કરવાથી સફળતા અચુક મળે છે તે હુ જાણતો હતો અને આજે તે સિધ્ધ થયું હતું.

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...