Home » Saurashtra » Latest News » Amreli » Appeal with the application form by the leaders of Dalit community in Amreli district

ધારી બંધ હિંસક: દલીતોનું ટોળુ ધોકા લઇ બંધ કરાવવા નિકળ્યુ, સામસામો પત્થરમારો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:48 AM

કાઠી યુવકને માર મરાતા મામલો બિચક્યો: પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા

 • Appeal with the application form by the leaders of Dalit community in Amreli district
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ચલાલા સજ્જડ બંધ : ટાયરો સળગાવાયા

  અમરેલી: દલીત સમાજ દ્વારા આજે અપાયેલા બંધના એલાન દરમિયાન ધારીમાં દલીત સમાજનું ટોળુ બજારમાં બંધ રખાવવા નિકળતા કોઇએ એક કાઠી યુવાન પર હુમલો કરતા મામલો બિચક્યો હતો. બાદમાં ટોળાઓ સામસામે આવતા દલીત આગેવાનો પર પત્થરમારો થયો હતો. મોડી સાંજે અહિંના રેલ્વે સ્ટેશન પાસે ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ પણ છોડ્યા હતાં.

  ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસનાં બે સેલ છોડાયા

  આ પૂર્વે બંધ કરાવવા માટે ટોળુ હાથમાં લાકડી, ધોકા જેવા હથીયારો લઇને નિકળ્યુ હતું અને એક કારખાનામાં પણ તોડફોડ કરી હોવાનું કહેવાય છે. અમરેલીમાં કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ અને મહિલા કોલેજનાં એસસી, એસટી અધ્યાપકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી એસ્ટ્રોસીટી એક્ટમાં સુધારા સુચવતા આદેશ વિરૂદ્ધ સરકાર રીવ્યુ પીટીશન દાખલ કરે એવી માંગ કરી હતી. આ તકે ડો. આર.એમ. રાઠોડ, સવિતાબેન પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.

  અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર દલિત સમાજનાં આગેવાનો દ્વારા આવેદન પત્ર સાથે રજુઆત

  સવારમાં જ દલીત સમાજના યુવાનોનું ટોળુ ધારીની બજારો બંધ કરાવવા માટે હાથમાં લાકડી, ધોકા જેવા હથીયારો સાથે નિકળ્યુ હતું. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અહિં વેપારીઓ સાથે ઘર્ષણની ઘટના પણ બની હતી. અમરેલી રોડ પર એક કારખાનામાં ઘુસી ટોળાએ ધમાલ કરી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત એક કાઠી યુવકને માર મારવામાં આવતા મામલો બિચક્યો હતો.


  આ ઘટના બાદ બે પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતાં. અહિંના રેલ્વે સ્ટેશન નજીક આવેલ દલીત સમાજના આગેવાનના ઘર પાસે પત્થરમારો પણ થયો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસ દ્વારા ટીયર ગેસના બે સેલ છોડવામાં આવ્યા હતાં. ઉપરાંત આસપાસના પોલીસ મથકોમાંથી અહિં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. મોડી સાંજે પણ તંગ સ્થિતી જોવા મળી હતી અને આ અંગે ફરીયાદ નોંધાવવા પણ તજવીજ હાથ ધરાઇ હતી.


  સાવરકુંડલામાં દલીત સમાજે સુત્રોચ્ચાર સાથે પીપાવાવ-અંબાજી હાઇવે પર બેસી જઇ થોડીવાર માટે ચક્કાજામ કરી દેતા બન્ને તરફ વાહનોની કતાર લાગી હતી. બાદમાં મામલતદાર કચેરીએ જઇ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. જો કે અહિં બજારો ખુલ્લી રહી હતી. આવી જ રીતે રાજુલામાં પણ દલીત સમાજે રેલી કાઢી આવેદન આપ્યુ હતું. અહિં બંધ પળાયો ન હતો.

  વધુ માહિતી માટે આગળ વાંચો... બંધના એલાનને બાબરામાં જબરું સમર્થન : સજ્જડ બંધ

 • Appeal with the application form by the leaders of Dalit community in Amreli district
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બંધના એલાનને બાબરામાં જબરું સમર્થન : સજ્જડ બંધ

  બંધના એલાનને બાબરામાં જબરું સમર્થન : સજ્જડ બંધ

   

  એટ્રોસિટી કાયદાને પાંગળો બનાવવાના વિરોધમાં દલિત સંગઠન દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દલિત સમાજ દ્વારા  આપવામાં આવેલા આ બંધના એલાનને બાબરામાં પૂરતું સમર્થન મળ્યું હતું. અહીં શહેરની તમામ દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી દલિત સમાજના આંદોલનને ટેકો આપ્યો હતો. અહીં સવારે દલિત સમાજના આગેવાનો શહેરના તમામ વેપારીઓને દુકાનો બંધ રાખી સમર્થન આપવાની અપીલ કરતા શહેરની તમામ વિસ્તારમાં બજારો બંધ રહી હતી. જેમા મુખ્ય બજાર, નાગરીક બેન્ક ચોક, મોટા બસ્ટેન્ડ, પાટીદાડ માર્કેટ, જુના બસ્ટેન્ડ, હાઇવે પરની તમામ દુકાનોના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.

   

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... અમરેલીમાં દલીત સમાજનો હવે શું કાર્યક્રમ ?

   

   

   

   

   

 • Appeal with the application form by the leaders of Dalit community in Amreli district
  ભારત બંધનાં એલાન સાથે ઠેર-ઠેર ચક્કાજામ

  અમરેલીમાં દલીત સમાજનો હવે શું કાર્યક્રમ ?

   

  આગામી 7 એપ્રિલના રોજ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ કરાશે. તા. 10 એપ્રિલના રોજ જજમેન્ટની રાજકમલ ચોકમાં હોળી કરાશે. 14/4 ના રોજ મનોસ્મૃતિના દલીત વિરોધી લખાણના પાનાઓની હોળી કરાશે અને 15/4 થી આમરણાંત અનશનનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 

   

  ક્યાં શહેરમાં બંધની કેટલી અસર ?
  બગસરા -બપોર સુધી બંધ
  ચલાલા -સજ્જડ બંધ
  બાબરા -સજ્જડ બંધ
  ધારી- સજ્જડ બંધ
  ખાંભા-   ખુલ્લુ
  સાવરકુંડલા -  ખુલ્લુ
  વડીયા- એક કલાક બંધ
  અમરેલી બે કલાક બંધ
  રાજુલા ખુલ્લુ
  જાફરાબાદ- ખુલ્લુ
  દામનગર - અડધો દિવસ બંધ

   

   

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ