અમરેલી: 125 કરોડનાં ખર્ચે 45 એકરમાં બન્યું છે માર્કેટિંગયાર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલીમાં સરકારની એક રૂપિયાની પણ સહાય લીધા વગર રૂપિયા 125 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન માર્કેટિંગયાર્ડમાં આખરે આવતીકાલથી હરરાજીનો આરંભ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરે યાર્ડનું ઉદ્ઘાટન કર્યા બાદ આખરે ચાર માસ અને પાંચ દિવસ બાદ અહીં હરાજી શરૂ થશે. સમગ્ર દેશ માટે નમૂનારૂપ આ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. 

 


અમરેલી શહેરની મધ્યમાં આવેલું જૂનુ યાર્ડ હવે ખેત જણસોની હરરાજી માટે  ટૂંકુ પડી રહ્યું હોય સાવરકુંડલા રોડ પર અધ્યતન યાર્ડનું નિર્માણ કરાયું છે. ચેરમેન પી.પી. સોજીત્રાએ પોતાની આગવી સૂઝથી 125 કરોડનું જંગી ભંડોળ ઊભું કરી સમગ્ર દેશ માટે નમૂનારૂપ ગણાય તેવી સુવિધાઓ સાથે આ યાર્ડનું નિર્માણ કર્યું હતું. જેને પગલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાર્ડના ઉદઘાટન માટે દોડી આવ્યા હતા. યાર્ડમાં ચક્કર લગાવ્યા બાદ મોદી બોલી ઉઠ્યા હતા પી.પી. સોજીત્રા તમે કમાલ કરી. 

 


45 એકરમાં પથરાયેલા આ નવા યાર્ડમાં ખેડૂતો વેપારીઓ માટે પણ આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. ટૂંકાગાળામાં યાર્ડનું નિર્માણ થયા બાદ ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીએ તેનું ઉદઘાટન કર્યું હતું. જોકે  હરાજી શરૂ થઇ શકી ન હતી. હવે આવતીકાલે 22મીએ નવા યાર્ડમાં હરરાજીનો આરંભ થશે.

 

યાર્ડની શુ શુ છે વિશેષતા ? |ભુકંપ પ્રતિરોધક બાંધકામ, ૧૨ વીઘા જેટલી જમીન રિઝર્વ, દરેક દુકાન ગોડાઉનમાં એટેચડ બાથરૂમ, 80 ફૂટ ઉંચી પાણીની ટાંકી,  ખેડૂતો માટે અકસ્માતો વીમો, e માર્કેટની સુવિધા, સુંદર વોટર ડ્રેનેજ સિસ્ટમ, અંડર ગ્રાઉન્ડ કેબલ, ખેડૂતોના સંતાનોને શિક્ષણ સહાય, અદ્યતન સુવિધાઓ સાથે ની ઓફીસ

 

કઇ કઇ સુવિધાઓ છે માર્કેટીંગ યાર્ડમાં ?


હરરાજી માટે 25000 સ્કવેર ફિટનો એક એવા 10 શેડ- યાર્ડમાં જ બેંકની શાખા- રેસ્ટોરન્ટ- ડાઇનિંગ હોલ -ગેસ્ટ હાઉસ- સોઈલ ટેસ્ટીંગ લેબોરેટરી- કૃષિ મોલ- ફાર્મર ટ્રેડિંગ સેન્ટર- 500 ટનનું કોલ્ડ સ્ટોરેજ 

 

અન્ય સમાચારો પણ છે...