Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » amreli: the demand for 6 crores liters is being met with 3 crore liters of water

પાંચ તાલુકામાં 6 કરોડ લીટરની જરૂરિયાત સામે મળી રહ્યું છે 3 કરોડ લિટર પાણી

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:02 AM

જેટલું મળે છે પાણી તેમાંથી પણ 40 લાખ લીટર પાણી અપાય છે ઉદ્યોગોને

  • amreli: the demand for 6 crores liters is being met with 3 crore liters of water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ખાંભા: હાલમાં ઉનાળા શરૂઆત થતાની સાથે જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અને પાણીના એક બેડા માટે મહિલાઓ રઝળપાટ કરતી જોવા મળે છે સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પોહચડામાં આવી રહ્યું છે. જાફરાબાદ , ઉના, સુત્રાપાડા, વેરાવળ, દિવ, કોડીનાર માટે પણ નર્મદાનું પાણી પોહચડવા માટે લાઇન બિછાવવામાં આવી છે પણ આ 5 તાલુકા વચ્ચે હાલમાં રોજ 6 કરોડ લીટર પાણીની જરૂરિયાત સામે 3 કરોડ લીટર જ પાણી આપવામાં આવી રહ્યું છે.

    ઔદ્યોગિક એકમો માટે સરકાર પાસે પાણી છે પણ સામાન્ય લોકો માટે નથી ?

    અને તેમાંથી પણ આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સાથે કરાર કરી 40 થી 50 લાખ લીટર પાણી વેચી દેવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે ઔદ્યોગિક એકમો માટે સરકાર પાસે પાણી છે પણ સામાન્ય લોકો માટે નથી ? છેલ્લા એકાદ વર્ષથી ચાલતા સોમનાથ ભાવનગર હાઇવેની કામગીરી માટે નર્મદાનું પાણી વપરાશમાં લેવામાં આવી રહ્યું છે. અને આ હાઇવેની એજન્સી સાથે કરાર મુજબ 4 જગ્યાએ નર્મદાની મેઈન લાઇનમાંથી કનેક્શન આપી લાખો લીટર રોજે પાણી આપવામાં આવી રહ્યું છે.

    જે નર્મદાની મેઈન લાઇનમાં કનેકશન આપવામા આવ્યા છે તે લાઇન દ્વારા પાણી પુરવઠા બોર્ડ ઉના, દિવ, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા, જાફરાબાદ તાલુકામાં પાણીની સપ્લાય આપવામાં આવી રહી છે. આ 5 તાલુકામાં હાલમાં સરકારી આંકડા મુજબ 6 કરોડ લીટર એટલે કે 60 એમએલડી પાણીની જરૂરિયાત છે. જો કે તેની સામે સરકાર દ્વારા 3 કરોડ લીટર એટલે કે 30 એમએલડી પાણી જ આપવામાં આવી રહ્યું છે. અને તેમાંથી 4 એજન્સી સાથે એગ્રીમેન્ટ કરી રોજે 5 એમ એલડી પાણી વેચી દેવામાં આવી રહ્યું છે.

    આ 5 તાલુકાની જરૂરિયાત મુજબના પાણીમાં પચાસ ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને વેચાતું પાણી આપવાની સરકારની પોલિસી સામે પણ સવાલો ઉઠ્યા છે.એક તરફ હાલમાં આ 5 તાલુકાના છેવાડેના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પાણીના એક બેડા માટે ઉનાળાના ધમધોખતા તાપમાં રઝળપાટ કરતી જોવા મળે છે, ત્યારે સરકાર ઔદ્યોગિક એકમો સાથે એગ્રીમેન્ટ કરી પાણી વેચી રહી છે. જે ઔદ્યોગિક એકમો સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે તે સંસ્થા દ્વારા પાણીનો વપરાશ પીવા માટે નહીં પરંતુ પોતાના ઔદ્યોગિક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. (તસવીરો હિરેન્દ્રસીંહ રાઠોડ)

    વધુ માહિતી માટે આગળ વાંચો... અમે અગ્રીમેન્ટ કરી હાઇવેના કામ માટે પાણી લીધુ છે

  • amreli: the demand for 6 crores liters is being met with 3 crore liters of water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    અમે અગ્રીમેન્ટ કરી હાઇવેના કામ માટે પાણી લીધુ છે


    એગ્રો લિમિટેડ સાથે સંકળાયેલા શ્રી દાસે કહ્યું હતું કે અમો એગ્રીમેન્ટ સાથે આ કનેક્શન લીધું છે. આવા અન્ય 3 કનેક્શન પણ લીધા છે. અને દર મહિને આ માટે લાખો રૂપિયાની ચુકવણી કરાય રહી છે. 

     

    સરકારે પાણી આપવા હુકમ કર્યો છે- સોલંકી


    વી.એમ.સોલંકી જણાવ્યું હતું કે એગ્રો લિમિટેડ, સીનટેક્સ કંપની, મોરી અને રોયલ આઇસ સાથે સરકાર દ્વારા આ મેઈન લાઇનમાંથી કનેક્શન આપી પાણી પૂરું પાડવાનું એગ્રીમેન્ટ થયું છે.

     

    વધુ માહિતી માટે આગળ વાંચો... કઇ કંપનીને મળે છે કેટલુ પાણી ?

     
  • amreli: the demand for 6 crores liters is being met with 3 crore liters of water

    કઇ કંપનીને મળે છે કેટલુ પાણી ?


    એગ્રો લિમિટેડને 50 હજાર લીટર ,સીનટેક્સને 30 લાખ લીટર, મોરીને 50 હજાર લીટર, રોયલ આઇસને 10 હજાર લીટર અંદાજે આપવામાં આવે છે.


    20 ગામોની જરૂરિયાત પુરી કરી શકાય આ પાણીથી


     આ 4 એગ્રીમેન્ટ સાથે ઔદ્યોગિક એકમોને રોજનું 50 લાખ લીટર પાણી આપવામાં આવે છે. તે પાણીથી 20 જેટલા ગામડાંની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તેમ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending