અંધજનોનાં જીવનમાં રોશની લાવવા નિમીત એવા સંવેદન ગૃપે 41મું ચક્ષુદાન સ્વીકાર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલી તાલુકાના જસવંતગઢ નિવાસી બાવચંદભાઈ રણછોડભાઈ વોરાના ધર્મ પત્ની કાંતાબેન બાવચંદભાઈ વોરા (ઉં.વ. 62)નું તા. 24 ફેબ્રુઆરીના રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના પરિવારજનો દ્વારા સ્વ. કાંતાબેનની આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં સેવાકીય કાર્યો તથા ચક્ષુદાન લેનાર સંવેદન ગૃપ દ્વારા વધુ એક ચક્ષુદાન લેવામાં આવ્યું હતું.

 

જસવંતગઢ નિવાસી બાવચંદભાઇ રણછોડભાઇ વોરાના ધર્મપત્નિનું અવસાન થતા તેમની આંખોનું દાન તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના પરિવારજના દ્વારા કરી દેવામાં આવ્યું હતું. તેઓએ જસવંતગઢના સરપંચ અશોકભાઈ માંગરોળિયાના માધ્યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો.  ચક્ષુદાન લેવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે કવિ કનુભાઈ લિંબાસિયા, વિદ્યાભારતી શાળાના સંચાલક ઈતેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ચક્ષુદાન માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા સૂરેશભાઈ ઠાકરે સેવા આપી હતી. કાંતાબેન બાવચંદભાઈ વોરાના વારસદાર કિશોરભાઈની સમયસરની જાગૃતિએ ચક્ષુદાન થકી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બની સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...