તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરવી ગીરની શાન એવા 23 સાવજોનાં મોતનાં શોકમાં ધારી શહેરનાં વેપારીઓ મંગળવારે ઉપવાસ અને બંધ પાળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીઃ ગીર જંગલની શાન સમા સાવજો કુતરાના મોતે મરી રહ્યાં છે. અને લાચાર તંત્ર તેને બચાવવામા નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે 23 સાવજોના મોતના શોકમા ધારીના વેપારીઓ મંગળવારે બંધ પાળશે. અહીના બજરંગ ગૃપે આ દિવસે બંધનુ એલાન આપી તે દિવસે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી જે 23 સાવજોના મોત થયા તે તમામ સાવજો ધારી તાલુકાના દલખાણીયા પંથકના હતા. ધારી તાલુકો ગીરનુ નાકુ છે. અહી ગીર જંગલમા તો સાવજોની મોટી વસતિ છે જ સાથે સાથે ગીરકાંઠાના અને છેક તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી સાવજોની વસતિ જોવા મળી રહી છે. 


દેશભરમાથી લોકો આ વિસ્તારમા સિંહ દર્શન માટે આવે છે. પરંતુ દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાને પગલે સ્થાનિક લોકો શોકમા છે. કારણ કે અહીના લોકો સાવજોને પ્રેમ કરનારી પ્રજા છે. જેને પગલે અહીના બજરંગ ગૃપ દ્વારા આગામી મંગળવારે ધારી બંધનુ એલાન અપાયુ છે. અહીના બજરંગ ગૃપે ગામમા એક જાહેર બોર્ડ મુકી મૃત્યુ પામેલા સિંહોના આત્માની શાંતી માટે વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે. એટલુ જ નહી બજરંગ ગૃપે આ દિવસે ગૃપના સભ્યો ઉપવાસ કરશે તેવી પણ જાહેરાત કરી છે.