તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લીલીયામાં ધોધમાર 2, તો બગસરામાં દોઢ અમરેલીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો | 2 Inches Of Rain In The Liliya, The Water Filled The Road

લીલીયામાં ધોધમાર 2, તો બગસરામાં દોઢ અમરેલીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી, બગસરા, લીલીયા: ચોમાસુ હજુ બરોબર જામ્યું નથી તેવી સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લામા છુટીછવાઇ મેઘમહેર થઇ રહી છે. આજે બપોરબાદ અમરેલીમા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. તો લીલીયામા ધોધમાર બે ઇંચ અને બગસરામા દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેથી લોકોમા ખુશીની લહેર ફરી વળી હતી. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા ઝાપટા પડયા હતા. અમરેલી પંથકમા આજે બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ આખરે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી શહેરમા બપોરબાદ કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. જો કે ધોધમાર વરસાદ વરસવાના બદલે આ વાદળો ધીમીધારે વરસ્યા હતા. અહી એકાદ કલાકના સમયમા અડધો ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.  

 

આકરી ગરમી બાદ અમરેલી પંથકમાં ટાઢોડું છવાયું


લીલીયા પંથક પર આજે મેઘરાજા ઓળઘોળ થયા હતા અને ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દીધા હતા. અહી  મોસમનો પ્રથમ વરસાદ પડયો હતો. બપોરે અઢી વાગ્યે વરસાદની શરૂઆત થઇ હતી. અને ચાર વાગતા સુધીમા માત્ર દોઢ કલાકમા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે શહેરની બજારોમા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. વરસાદના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ નજરે પડયા હતા. કારણ કે ચોમાસુ મોડુ છે અને આખરે આજે વાવણી લાયક વરસાદ પડી ગયો હતો.  આવી જ રીતે આજે બગસરા પંથકમા પણ મેહુલીયો રૂમઝુમ આવી પહો઼ચ્યો હતો. અહી બપોરબાદ દોઢ ઇંચ વરસાદ પડી જતા જગતનો તાત હરખાઇ ઉઠયો છે. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે બગસરામા સાંજ સુધીમા 40મીમી વરસાદ થયો હતો. સાવરકુંડલા તાલુકાના જીરા, સીમરણ તથા આસપાસના ગામોમા હળવા ઝાપટા પડયાના વાવડ છે.  

અન્ય સમાચારો પણ છે...