Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » 19 members accusing corruption against the President of the municipality

પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા 19 સદસ્યો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:14 AM

કોંગ્રેસને પાલિકાની સત્તા મળ્યાનાં એક માસમાં જ કોંગ્રેસનો આંતરકલહ ચરમસીમાએ

  • 19 members accusing corruption against the President of the municipality

    રાજુલા: અમરેલી જિલ્લા કોંગ્રેસમા ઠેરઠેર ભડકા જેવી સ્થિતિ છે. રાજુલામા કોંગ્રેસે 28માથી 27 બેઠકો જીતી સતા પર કબજો મેળવ્યો હતો. પરંતુ માત્ર એક માસના ટુંકાગાળામા આજે કોંગ્રેસના બહુમત સભ્યોએ પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે 28માથી 27 બેઠક જીતી સજ્જડ બહુમતી મેળવ્યાને માત્ર એક માસનો સમય જ વિત્યો છે. ત્યાં પાલિકા પ્રમુખનુ શાસન ડોલવા લાગ્યુ છે. એવુ કહેવાય છે કે આમ પણ બહુમત સભ્યો મીનાબેન વાઘેલાને પ્રમુખ પદે બેસાડવા માંગતા ન હતા. તેમ છતા ઉપરથી તેમનુ નામ આવતા તેઓ પ્રમુખ પદે બેસી ગયા હતા.

    ગઇકાલે 21 સભ્યો પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો નિર્ણય કરી અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા અને આજે આ 21 પૈકી 19 સભ્યોની સહીથી પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. રાજુલા પાલિકાના કોંગ્રેસના સભ્યો રાહુલભાઇ ધાખડા, ડી.વી.ધાધલ, રજની બી.જાલંધરા, જે.આર.જાંખરા, જયોતિબેન દવે સહિત 19 સભ્યોએ અવિશ્વાસની આ દરખાસ્ત મુકી હતી.રાજુલા નગરપાલિકાને જીતાડવાથી લઇ તેનો વહિવટ ચલાવવા સુધીની કામગીરી ધારાસભ્ય અંબરીશ ડેરની સીધી દેખરેખ હેઠળ થઇ રહી છે ત્યારે પ્રમુખનુ શાસન ટકાવી રાખવુ તે ધારાસભ્ય ડેર માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે.

    મનસ્વી વહિવટ ચલાવી રહ્યાં છે પ્રમુખ

    અવિશ્વાસની દરખાસ્ત મુકતા આ 19 સભ્યોએ ચીફ ઓફિસરને પત્રમા જણાવ્યું હતુ કે બહુમતી સભ્યોને વિશ્વાસમા લીધા સિવાય પ્રમુખ પોતાની રીતે મનસ્વી નિર્ણયો લઇ રહ્યાં છે જેના કારણે બે તૃતિયાંશ કરતા વધુ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત મુકી રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending