PSIએ દલીત આગેવાનને કહ્યું ટોળુ હુમલો કરવા આવે છે સગેવગે થઇ જાવ

1500 people mob attack on the dalit leader house in dhari
1500 people mob attack on the dalit leader house in dhari
1500 people mob attack on the dalit leader house in dhari
Bhaskar News

Bhaskar News

Apr 03, 2018, 01:11 AM IST

અમરેલી: ધારીમાં આજે બંધ દરમિયાન થયેલી હિંસા પાછળ કાઠી યુવકની દુકાનમાં તોડફોડ અને હુમલાએ મોટી ભુમીકા ભજવી હતી. અહિં તોડફોડ થયા બાદ 1500 લોકોનું ટોળુ ઉશ્કેરાઇ દલીત આગેવાન શાંતીલાલ પરમારના ઘર પર ધસી ગયુ હતુ અને કારમાં તોડફોડ કરી પત્થરમારો કરતા પોલીસકર્મી સહિત ત્રણને ઇજા પહોંચી હતી. ટોળા સામે લુંટની પણ મોડેથી ફરીયાદ આપવામાં આવી છે.

1500 નું ટોળુ દલીત આગેવાનના ઘર પર ધસી ગયુ


દલીત આગેવાન શાંતીલાલ પરમારે મોડી રાત્રે ધારી પોલીસમાં આપેલી ફરીયાદમાં જણાવ્યુ હતું કે અમે તંત્રની પરમીશન લઇ રેલી કાઢી હતી. બપોરે ગણેશ ટ્રાવેલ્સવાળા રાજુભાઇ વાળાની દુકાનમાં ટોળાએ ધસી જઇ લાકડી વડે બોર્ડ તોડી નાખ્યુ હતું. જેનું મનદુ:ખ રાખી સૌપ્રથમ રાજુભાઇ વાળાએ તેને ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી.

ખુદ ધારીના પીએસઆઇ જેતપરીયાએ બપોરે શાંતીલાલને ફોન કરી એવુ કહ્યુ હતું કે ટોળુ તમારા ઘર પર હુમલો કરવા આવી રહ્યુ છે તમે આડા-અવળા થઇ જાઓ જેથી કોઇ બનાવ ન બને. રાજુભાઇ વાળા અને અન્ય 1500 જેટલા શખ્સો તલવાર, ભાલા જેવા હથીયારો સાથે તેમના ઘરે ધસી ગયા હતાં અને પત્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી. આ પત્થરમારામાં તેમને તથા જીતુભાઇ વાણીયા, એએસઆઇ રામજીભાઇ સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.

તસવીરો: જયદેવ વરૂ, અમરેલી

વધુ માહિતી માટે આગળ વાંચો... પોલીસ પહોંચી ગઇ હોય બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નખાયુ

X
1500 people mob attack on the dalit leader house in dhari
1500 people mob attack on the dalit leader house in dhari
1500 people mob attack on the dalit leader house in dhari
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી