ભુંડણીની સીમમાં 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી બકરીને લીધી ભરડામાં, ખાઇ ન શક્યો

ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 10:48 AM
અજગરે બકરીને લીધી ભરડામાં
અજગરે બકરીને લીધી ભરડામાં

ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે

ખાંભા: ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં શનિવારે સાંજે એક 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી એક બકરીને ભરડામાં લઇ મારણ કર્યુ હતું. જો કે અહીં લોકો એકઠા થઇ જતા દેકારો થવાથી અજગર પોતાના શિકારને ખાઇ શક્યો ન હતો.

ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે

જેમ ગીર જંગલમા મોટા પ્રમાણમા અજગર વસે છે તેમ ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે. ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં ગત સાંજે 15 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અહીંના ભોજાભાઇ ભરવાડ સીમમાં ઘેટા બકરા ચરાવી રહ્યાં હતા ત્યારે એક વાડ પાસે આ મહાકાય અજગરે એક બકરીને પોતાના ભરડામાં લઇ લીધી હતી.

વન વિભાગને જાણ કરવામાં આવી હતી

આ અજગરે બકરીને દબોચી લઇ તેને મારી નાખી હતી અને આ શિકારને આખેઆખો ગળી જવા મથામણ શરૂ કરી હતી. જો કે આ સમયે અહીં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જેને પગલે દેકારો થતા અજગર બકરીને છોડી બાજુની વાડમાં ચાલ્યો ગયો હતો. અહીંના જુવાનસિંહ કોટીલા દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો

13 દેશોમાં સંગીતની કલા પાથરનાર સરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાંસુરી વગાડતા કર્યા

તસવીર: જયદેવ વરૂ, અમરેલી.

X
અજગરે બકરીને લીધી ભરડામાંઅજગરે બકરીને લીધી ભરડામાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App