આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી

ટીખળીખોરો દ્વારા સાવજોની પજવણી ? પજવણી કરનારા સામે તંત્ર દ્વારા પગલા લેવા માંગ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 01:40 AM
12 Lion Killed The Bull Near Adasang Of Khambha

પ્રતિકાત્મક તસવીર

ખાંભા: ખાંભા રાજુલા હાઇવે ઉપર આવેલ આદસંગ નજીક છેલ્લા 2 દિવસથી 12 જેટલા સિંહોએ ડેરા તંબુ તાણ્યા છે. ત્યારે આ સિંહો દ્વારા હાઇવે નજીક જ એક બળદનું મારણ કર્યું છે. ત્યારે અહીંથી પસાર થતા લોકો તેમજ સિંહપ્રેમીઓ આ સિંહોની ઝલક જોવા અહીં દોડી ગયા હતા. અહી ટીખળીખોર તત્વો દ્વારા સિંહોને હેરાન કરવામા આવ્યા હોવાનુ પણ સામે આવ્યું છે. આ સિંહોને હેરાન કરવા બાબતે સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડના વનવિભાગના કર્મચારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

પ્રથમ આ રાઉન્ડના વનવિભાગના કહેવાતા અધિકારીઓ દ્વારા જાણ કરનારને સ્પષ્ટપણે આવવાની ના કહી દીધી હતી.જો કે ત્યારબાદ વધારે રજુઆત મળતા મિતિયાળા રાઉન્ડનો વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળે મોડેમોડે પહોંચ્યો હતો. બપોરના એક ટીખળીખોર ટોળાએ તો હદ કરી નાખી હતી અને રીતસર સિંહો પાછળ બે બાઇક દોડાવી આનંદ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં તપાસ હાથ ધરી સિંહોની પજજણી કરનારા સામે પગલાં લેવાની સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

વનવિભાગનો સ્ટાફ જાણ કરવા છતાં મોડો આવ્યો


અહી અમરૂભાઇ ડાંગર દ્વારા મિતિયાળા રાઉન્ડના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં આખો તમાશો પૂર્ણ થયા ગયા બાદ અહીં આવ્યા હતા. અને પોતે પોતાની ફરજ બજાવી હોવાનું ગાણું ગાતા જોવા મળ્યા હતા.

અધિકારીઓના મોબાઇલ બંધ


સાવરકુંડલા રેન્જના ઇન્ચાર્જ આરએફઓ ચાંદુ સાહેબનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેઓનો મોબાઈલ સવારથી જ બંધ આવતો તેમનો સંપર્ક થયો ન હતો. જયારે મિતિયાળા રાઉન્ડના ફોરેસ્ટર જોશીનો સંપર્ક કરતા તેઓએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. બીજી તરફ આ ઘટનાના સમાચાર પ્રસિદ્ધ ન થાય તે માટે પણ વનવિભાગ દ્વારા રીતસર ભલામણોનો દોર જોવા મળ્યો હતો.

X
12 Lion Killed The Bull Near Adasang Of Khambha
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App