તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી: 1 સિંહ, 10 નીલગાય હત્યા કેસ, ખેડૂત પિતા પુત્રની ધરપકડ થતા વિરોધ 1 Lion And 10 Blue Cow Murder Case So Two Farmer Arrested By Forest Departme

અમરેલી: 1 સિંહ, 10 નીલગાય હત્યા કેસ, ખેડૂત પિતા-પુત્રની ધરપકડ થતા વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી:  સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં ખેડૂતે તાર ફેન્સિંગમાં મુકેલા વિજ પ્રવાહના કારણે એક સિંહનુ મોત થતા અને ઝેરી પાણી પીવાથી 10 નિલગાયના મોત થયા બાદ અહીંની એક વાડીના 50 ફુટ ઉંડા કૂવામા આ તમામ 11 મૃતદેહોને ઢસડીને નાખી દેવામાં આવ્યા હતા. 1 જુને વનવિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં વનવિભાગે ખેડૂત પિતા-પુત્રની ધરપકડ કરી છે. પરંતુ કિસાન સંઘે વનવિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે.

 

પ્રાપ્ત વિગત મુજબ એક સિંહ અને 10 નીલગાયને મારી નાંખવાના કેસમાં વનવિભાગે ખેડૂત પિતા-પુત્ર નનુ સુહાગીયા અને અરવિંદ સુહાગીયાની ધરપકડ કરી છે. તેમજ કોર્ટમાં રજૂ કરી 6 જુન સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ખેડૂત પિતા-પુત્રની ધરપકડને લઇને કિસાનસંઘે વિરોધ નોંધાવ્યો છે અને ગઇકાલે રાત્રે લીખાળા ગામે સભા યોજી હતી. જેમાં નક્કી કરાયું હતું કે, દરેક જિલ્લા-તાલુકા મથક પર કિસાન સંઘ આવેદનપત્ર પાઠવી વન વિભાગનો વિરોધ કરશે. તેમજ વનવિભાગ સામે મોરચો માંડશે. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..........

 

તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.