Home » Saurashtra » Latest News » Amreli » 1.75 lakh liters of straw, now alternately water in Manekawada

1.75 લાખ લિટરનો ટાંકો બનતાં માણેકવાડામાં હવે એકાંતરે પાણી

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:40 AM

ગ્રા.પં. દ્રારા રજુઆત કરવામાં આવી હતી અને15 લાખની ગ્રાંટ ફાળવાતા નવો ટાંકો અને સંપ બનાવવામાં આવ્યા છે

  • 1.75 lakh liters of straw, now alternately water in Manekawada

    માણેકવાડા: કેશોદ પંથકનાં માણેકવાડા ગામે પાણીનો ટાંકો અને સંપ જર્જરીત બનતાં નવીનીકરણ કરવા માટે ગ્રા.પં. દ્રારા રજુઆત કરવામાં આવી હતી અને15 લાખની ગ્રાંટ ફાળવાતા નવો ટાંકો અને સંપ બનાવવામાં આવ્યા છે અને જેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ ભીખુભાઇ સોનારા,સદસ્ય ભીમભાઈ મુછડીયા,પાણી સમિતિનાં હીરાભાઈ ડાંગર, સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ કારાભાઈ સોનારા અને ઉપસરપંચ મેરામભાઈ સોનારા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

    પાણીનો બગાડ ન કરવા લોકોને અપીલ

    ભીખુભાઇ સોનારાએ જણાવ્યું હતું કે આગામી ઉનાળાની સીઝનમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેમજ લોકોએ પણ ખોટી રીતે પાણીનો બગાડ ન કરવો જોઈએ. તેમજ દિવ્યભાસ્કરનાં જળ શ્રીકૃષ્ણનાં અભિયાનને પણ બિરદાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ