અમરેલીના રાજુલા પંથકના પુર્વ ધારાસભ્ય દ્વારા 17 ગામોમાં ગણેશ મુર્તિનું વિતરણ

Distribution of Ganesh Murthy in 17 villages by the former MLA of Amreli Rajula village
Bhaskar News

Bhaskar News

Sep 11, 2018, 11:43 PM IST

અમરેલીઃ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય સોલંકી દ્વારા 17 ગામોમાં ગણેશની મૂર્તિનું વિતરણ કરવામા આવ્યું છે. ગામના લોકો વાજતે ગાજતે મૂર્તિઓ લઇ ગયા હતા. મૂર્તિ બનાવનાર રાજસ્થાનના પરિવારમાં પણ ભારે થનગનાટ જોવા મળ્યો હતો.


અહીં ગણેશની મૂર્તિઓ મોટાભાગની રજવાડી


રાજુલા શહેરમાં રાજસ્થાનના પરિવાર વાલાભાઇ સહીત તેમના પુત્ર, પુત્રી, પત્ની આખોય પરિવાર રાજુલામાં 18 વર્ષથી ગણેશ મહોત્સવ માટે ગણેશ મૂર્તિ બનાવવા અહીં 3 માસ પહેલા આવે છે. ત્યારે અહીંની મૂર્તિ મોટાભાગની રજવાડી મૂર્તિ હોવાને કારણે આ ગણેશની વિશેષતા મનાય છે. જેના કારણે રાજુલા, જાફરાબાદ, ઉના, સોમનાથ, સાવરકુંડલા, તળાજા, ભાવનગર, ખાંભા સહીત અનેક ગામોમાથી અહીં ગણેશ મૂર્તિના લોકો અગાઉ ઓર્ડરો આપે છે. અને ગણેશ મહોત્સવના 2 દિવસની વાર હોય છે ત્યારે લોકો દૂર દૂરથી અહીં ગણેશની મૂર્તિઓ લેવા માટે આવે છે.


અહિંયા લોકો ખુબ આસ્થાપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે


આજે રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 ગામોમાં ગણેશની મૂર્તિ આપી હતી. લોકો ખુબ આસ્થાપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. તો આ વિસ્તારના ઉદ્યોગ ગૃહોમાં પણ પરપ્રાંતીય માણસો તેમની ઓફિસોમાં ગણેશ મૂર્તિ રાખી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. જોકે અહીં વર્ષોથી દિવસે દિવસે ગણેશ મૂર્તિઓ અને આયોજન વધી રહ્યા છે. રાજસ્થાનના મૂર્તિકારો અહીં દર વર્ષે અલગ અને વિશેષ મૂર્તિ અનોખી રજવાડી મુર્તીઓ ઓર્ડર પર બનાવે છે.

X
Distribution of Ganesh Murthy in 17 villages by the former MLA of Amreli Rajula village

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી