તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઠ વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે આ ગામના ઉદ્યોગપતિ, જાણો શું છે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: ધારી તાબાના ચલાલા ગામના વતની અને હાલ મોરબી સ્થિત યુવા ઉદ્યોગપતિ વિપુલભાઇ માળવીયા છેલ્લા આઠેક વર્ષથી રસ્તે રઝળતા માનસિક અસ્થિર અને મસ્તાન લોકોની અનોખી સેવા ચાકરી કરી રહ્યાં છે. તેઓ પોતાની કારમા જ ખાવા પીવાની તમામ ચિજ વસ્તુઓ રાખે છે. અને માર્ગમા જયાં પણ આવા માનસિક અસ્થિર લોકોને જુએ ત્યાં કાર ઉભી રાખી દે છે અને તેમને ભરપેટ ભોજન કરાવે છે અને આશિર્વાદ મેળવી સેવાની અનોખી પ્રેરણા લોકોને પુરી પાડી રહ્યાં છે.

મોરબી સ્થિતિ ઉદ્યોગપતિઓની અનોખી સેવા

આમ તો સૌરાષ્ટ્રની ભુમિ એ સંત અને સુરાની ભુમિ છે અહી અનેક સ્થળે અન્નક્ષેત્રો પણ ધમધમતા રહે છે. આ ઉપરાંત જુદાજુદા પ્રકારે લોકો સેવા કાર્યો પણ કરી રહ્યાં છે. ત્યારે પ.પુ.દાનમહારાજની પાવન ભુમિ એવા ચલાલાના વતની અને હાલ મોરબી સ્થિતિ ઉદ્યોગપતિ વિપુલભાઇ માળવીયા પણ અનોખી સેવા કરી રહ્યાં છે. તેઓ ઘરેથી કારમા નીકળે ત્યારે ખાણીપીણીની તમામ ચિજવસ્તુઓ સાથે લઇને નીકળે છે અને જયાં પણ માર્ગમા માનસિક અસ્થિર કે પાગલ મસ્તાન જોવે ત્યાં કાર ઉભી રાખી દે છે અને તેમની પાસે જઇ હુંફ આપી તેમને ભરપેટ ભોજન કરાવે છે.

અનેક યુવાનોને રોજગારી પણ પુરી પાડી રહ્યાં છે

વિપુલભાઇ માળવીયાએ જણાવ્યું હતુ કે આપણને મનુષ્ય જીવન મળ્યું છે. તો જીવનમા જેટલા સદ્દકાર્યો થાય અને લોકોની સેવા થાય તેટલી કરી લેવી તે જ તેમનો જીવનમંત્ર છે. એક વખત માર્ગમા એક પાગલને અકસ્માતે ઇજા પહોંચી હોય ત્યારે કોઇ તેમની પાસે જતુ ન હતુ. ત્યારથી જ તેમણે આવા લોકોની સેવા કરવાનુ મનોમન નક્કી કરી લીધુ હતુ, અને છેલ્લા આઠેક વર્ષથી આ સેવાકાર્ય નિરંતર શરૂ રાખવામા આવ્યું છે. વિપુલભાઇ મોરબી અને નવસારીમા ટાઇલ્સ ડિઝાઇનીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને અનેક યુવાનોને રોજગારી પણ પુરી પાડી રહ્યાં છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અનેક પાગલો મારવા દોડે છે....
અન્ય સમાચારો પણ છે...