બાબરામાં 8 લાખની વીજ ચોરી ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા: બાબરામાં પંથકમા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર વિજ ચોરીની ફરિયાદ ઉઠતા આજે વિજ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમા વિજ દરોડા પાડવામા આવ્યા હતા. સવારથી જ વાહનોના કાફલા સાથે ટીમો જુદાજુદા વિસ્તારોમા ત્રાટકી હતી. અહી અધિકારીઓએ 192 વિજ મીટર ચેક કર્યા હતા તેમાથી 48મા ગેરરિતી ઝડપાતા આઠ લાખનો દંડ ફટકારાયો હતો. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લાલકા, જામબરવાળા,ખંભાળા, દરેડ,કરીયાણાં, સુખપર, નવાણિયા ઉટવડ સહિતના ગામડાઓમાં વહેલી સવારથી અમરેલી, પાલીતાણા, ઉના, ભાવનગર, બાબરા સહિતની ૧૪ જેટલી ટુકડીઓ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગની વીજચોરી ઝડપાઇ હતી. 
 
બાબરા તાલુકામાં ઘરેલુ અને કોમર્શિયલ વીજ કનેક્શનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પૂરતા પોલિસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે લોકો સુતા હતા તે અરસામાં ગામડાઓમાં પીજીવીસીએલની  ચેકીંગ ટુકડી ગામડા ખૂંદતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બાબરા પીજીવીસીએલના નાયબ ઈજનેર ડામોરના જણાવ્યા અનુસાર કુલ ૧૪ ટુકડી દ્વારા 
ચેકીંગ કરવામાં આવ્યું હતું.
 
જેમાં મોટાભાગના વીજ મીટરોમાં ગેરરીતિ જોવા મળી હતી. તેમજ અમુક લોકો સીધા કનેક્શન મેળવી વીજ ચોરી કરતા ઝડપાયા હતા આવા પ્રકારના તમામ વિજચોરોને બિલ ફટકારવામાં આવ્યું હતુ. સવારથી બપોર સુધી કરવામાં આવેલ વિજ ચેકિંગમાં કુલ આઠ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.
 
આગામી દિવસોમા પણ ચેકીંગ કરાશે
 
બાબરા પીજીવીસીએલના નાયબ ઇજનેર ડામોરે જણાવ્યું હતુ કે આગામી દિવસોમા પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા વિજ ચેકીંગ હાથ ધરવામા આવશે. અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાથી વિજ ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે.
 
વિજ ચોરી કરતા તત્વોમા ફફડાટ
 
સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમા પોલીસ બંદોબસ્ત સાથે વિજ કર્મચારીઓની ટુકડીઓ વાહનોના કાફલા સાથે ત્રાટકી હતી. જેને પગલે વિજ ચોરી કરતા તત્વોમા ફફડાટ ફેલાઇ ગયો હતો
 
 
અન્ય સમાચારો પણ છે...