તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીઃ 5 વિધાનસભા સીટમાથી 4માં પાટીદારોનો પ્રભાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ પાટીદારો ભાજપથી નારાજ છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે અનેક સ્તરેથી પ્રયાસ થઇ રહ્યાં છે પરંતુ તે સફળ થતા નજરે પડતા નથી. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પૈકી ચાર સીટ પર પાટીદારોનો સીધો જ પ્રભાવ છે. એકમાત્ર રાજુલા જાફરાબાદ સીટમા પાટીદારોની ભૂમિકા તાકતવર નથી. અમરેલી જિલ્લાના દલિત સમાજમા પણ સરકાર સામે ભારોભાર રોષ છે તેવા સમયે ભાજપના આગેવાનોને ડેમેજ કંટ્રોલ માટે ભારે મથામણ કરવી પડી રહી છે.
અનામત આંદોલનની આગ ભાજપને દઝાડશે ? : દલિતોનો રોષ પણ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે
અમરેલી જિલ્લાની લાઠી બાબરા સીટમા પાટીદારોની વસતી વધુ છે. અમરેલી વડીયા સીટ પણ પાટીદારોની બહુમતીવાળી છે. આવી જ સ્થિતી સાવરકુંડલા લીલીયા સીટ અને ધારી બગસરા સીટની છે. આ ચારેય સીટ પર સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના છે. જેને પગલે પાછલી અનેક ચુંટણીઓ એવી ગઇ છે કે જેમા મુખ્ય બંને પક્ષ દ્વારા આ સીટો પર પાટીદારોને જ ટીકીટ અપાય છે. ફર્ક પડી રહ્યો છે માત્ર રાજકીય ગણિતનો.
અમરેલી જિલ્લામા પાટીદાર અનામત આંદોલન પુરજોશથી ચાલ્યુ હતુ. સુરતમા પોલીસના અત્યાચારના અહી ઘેરા પડઘા છે કારણ કે સુરતમા માર ખાનારા પાટીદારો આખરે તો આ વિસ્તારના પણ હતા. બીજી તરફ દલિત યુવકની હત્યા, સમઢીયાળાની ઘટના અને આખરે અમરેલીમા દલિતો સામે પોલીસકર્મીની હત્યાનો ગુનો નોંધવાની ઘટનાને પગલે દલિત સમાજમા સરકાર સામે ભારે રોષ છે.

કોંગ્રેસે પણ ભાજપનો દાવ પાડયો ઉંધો

સંગઠનમા પાટીદારોને મહત્વ આપી અમરેલીમા ભાજપે સોગઠી નાખી હતી પરંતુ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમા મળેલી સફળતાને પગલે કોંગ્રેસે પાટીદારોને ધારણા કરતા પણ વધુ મહત્વ આપી ભાજપનુ ગણિત બગાડી નાખ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો