તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીઃ ભત્રિજાના પ્રેમ સબંધમાં કાકા પર 4 શખ્સોનો જીવલેણ હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ બગસરાના એક સથવારા યુવકના ભત્રીજાને ગામની કોઇ યુવતી સાથે પ્રેમ સબંધ હોય તેના મનદુ:ખમાં ચાર શખ્સોએ તેને જાહેર ચોકમાં જ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા તેણે ચારેય શખ્સો સામે બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
યુવતી સાથે ફોન પર વારંવાર વાત કરતો હોવાની જાણ થતાં કર્યો હુમલો
સથવારા યુવક પર હુમલાની આ ઘટના ગઇકાલે બપોરે અહિંના દલાલચોક વિસ્તારમાં બની હતી. અહિંના ભાવેશ છગનભાઇ પરમાર (ઉ.વ. 40) નામના સથવારા યુવાન પ્રકાશ મનુભાઇ ભરખડા, હિતેષ મનુભાઇ તથા ભીખુ અને બુધા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. ભાવેશ પરમારના ભત્રીજા પ્રતિકને ગામની પ્રકાશ ભરખડાની જ્ઞાતિની કોઇ યુવતી સાથે પ્રેમ સબંધ હોય તે ફોન પર તેની સાથે વાતો કરતો હોય તેમણે પ્રતિકને ઝાપટ મારી હતી.
આ અંગે ભાવેશ પરમાર તેમને સમજાવવા જતા ચારેય શખ્સોએ તેમને પણ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે તેમણે બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
અન્ય એક ઘટનામાં લાઠી તાલુકાના શાખપુર ગામના મીથુન કાંતીભાઇ કાવઠીયા નામના 21 વર્ષીય યુવાન પર અગાઉ થયેલી પોલીસ ફરીયાદના મનદુ:ખમાં ગળકોટડીના કાળુ નામના શખ્સ સહિત ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા તેણે આ અંગે બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મોણવેલના કાઠી યુવકને અકસ્માતમાં ઇજા

ધારી તાલુકાના મોણવેલ ગામના શીવરાજભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ. 40) ધારીના પ્રેમપરાના પુલ પરથી પોતાનું મોટર સાયકલ લઇ જતા હતા ત્યારે બાઇક નં. જી જે 14 એઇ 2940ના ચાલકે અકસ્માત સર્જતા તેમને માથામાં ગંભીર ઇજા સાથે સારવાર માટે દવાખાને ખસેડાયા છે.
અન્ય સમાચારો પણ છે...